ન્યુ યર ઈવ પર શહેરની કોઈ ગલી એવી નથી હોતી જ્યાં ફટાકડા ન ફૂટે, સિવાય કે ઍરપોર્ટ અને એની આસપાસનો વિસ્તાર. ઍરપોર્ટની આસપાસ નો ફાયરક્રૅકર્સ ઝોન હોય છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
નવા વર્ષે ફટાકડા ખૂબ ફૂટે છે, પણ એના ધમાકાથી ડૉગીઝ ખૂબ જ ડરી જાય છે. જર્મનીમાં ડૉગપ્રેમી લોકો નવા વર્ષની ઉજવણી વખતે પોતાના પેટ્સને ડર ન લાગે એ માટે અનોખો રસ્તો અપનાવે છે. ન્યુ યર ઈવ પર શહેરની કોઈ ગલી એવી નથી હોતી જ્યાં ફટાકડા ન ફૂટે, સિવાય કે ઍરપોર્ટ અને એની આસપાસનો વિસ્તાર. ઍરપોર્ટની આસપાસ નો ફાયરક્રૅકર્સ ઝોન હોય છે એટલે આ જગ્યાએ ફટાકડાના કોઈ ધમાકા નથી થતા. ઇન ફૅક્ટ, આ જ કારણોસર જર્મનીમાં અનેક ઍરપોર્ટ્સ પર ખાસ ડૉગીઝની એન્ટ્રી અલાઉ કરવામાં આવે છે જ્યાં તેઓ એક લાઉન્જમાં આરામથી સૂઈ અને રમી શકે. કૉન્ક્રીટની દીવાલો અને સાઉન્ડપ્રૂફ કાચની પરતને કારણે બહારનો શોરબકોર કે ફટાકડાના ધમાકાનો અવાજ અંદર જરાય આવતો નથી. કેટલાય પેટ-ઓનર્સ પોતાના ડૉગીઝને જર્મનીમાં આ સુરક્ષિત જગ્યાએ છોડીને જાય છે.


