ગંભીર આરોપો ધરાવતા મયૂર શિંદેએ શિવસેનામાંથી BJPમાં એન્ટ્રી લીધી એના અઠવાડિયા પછી NCPમાં જોડાઈ ગયા
મયૂર શિંદે
મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન્સની ચૂંટણીઓ નજીક આવી રહી છે એમ પૉલિટિકલ પાર્ટીઓમાં પણ ઊથલપાથલ મચી છે. થાણેના એક લોકલ પૉલિટિશ્યને તો ૮ દિવસમાં ત્રણ પાર્ટીઓ બદલીને સૌને ચોંકાવી દીધા છે.
મયૂર શિંદે બાવીસમી ડિસેમ્બર સુધી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સક્રિય હતા. એના એક દિવસ પછી ૨૩ ડિસેમ્બરે તેમણે ભારતીય જનતા પાર્ટી(BJP)નો ખેસ પહેરી લીધો હતો.
ADVERTISEMENT
મયૂર શિંદે પર અનેક ગંભીર આરોપો છે અને તેમનો ઇતિહાસ ગુનાહિત રહ્યો હોવાને કારણે ચોમેર BJPની ટીકા થઈ હતી. ત્યારે BJPએ સ્પષ્ટતા કરી હતી કે મયૂર શિંદેને એક કાર્યકર તરીકે પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે, તેમને ઉમેદવાર નથી બનાવવામાં આવ્યા.
મયૂર શિંદેને એવી આશા હતી કે સાવરકરનગર (વૉર્ડ-નંબર ૧૪) માટે BJP તેમને ટિકિટ આપશે. જોકે એ આશા ઠગારી નીવડી હતી. ટિકિટ મેળવવા માટે બે પાર્ટી બદલ્યા પછી પણ આશા ન ફળતાં મયૂર શિંદે છેલ્લી ઘડીએ અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ ગયા હતા અનં અંતે ઉમેદવારી નોંધાવી હતી.


