આ પહેલી વાર છે જ્યારે ઇંગ્લૅન્ડે વર્તમાન ઍશિઝ સિરીઝની ટીમમાં કોઈ નિષ્ણાત સ્પિનરનો સમાવેશ કર્યો છે. ફાસ્ટ બોલર ગસ ઍટકિ્ન્સન હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થતાં ૨૭ વર્ષના મૅથ્યુ પૉટ્સને ટીમમાં સ્થાન મળ્યું છે.
ઍશિઝની સિડની ટેસ્ટ-મૅચ માટે ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે શોએબ બશીર સહિત ૧૨ સભ્યોની ટીમ જાહેર કરી
ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર યજમાન ઑસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ-મૅચ માટે ૧૨ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી. ઑફ-સ્પિનર શોએબ બશીર અને ફાસ્ટ બોલર મૅથ્યુ પૉટ્સને અંતિમ ટેસ્ટ-મૅચ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પહેલી વાર છે જ્યારે ઇંગ્લૅન્ડે વર્તમાન ઍશિઝ સિરીઝની ટીમમાં કોઈ નિષ્ણાત સ્પિનરનો સમાવેશ કર્યો છે. ફાસ્ટ બોલર ગસ ઍટકિ્ન્સન હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થતાં ૨૭ વર્ષના મૅથ્યુ પૉટ્સને ટીમમાં સ્થાન મળ્યું છે. ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન મૅથ્યુ પૉટ્સ ૧૦ ટેસ્ટ-મૅચમાં ૩૬ વિકેટ લઈ ચૂક્યો છે.
પાંચમી અને અંતિમ ટેસ્ટ મૅચ માટે ઇંગ્લૅન્ડની સ્ક્વૉડ
બેન સ્ટોક્સ (કૅપ્ટન), શોએબ બશીર, જેકબ બેથલ, હૅરી બ્રૂક, બ્રાયડન કાર્સ, ઝૅક ક્રૉલી, બેન ડકેટ, વિલ જૅક્સ, મૅથ્યુ પૉટ્સ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જૉશ ટન્ગ.


