Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાની યાદમાં પિતાએ ૬ કરોડની લક્ઝરી કાર જમીનમાં દાટી દીધી

દીકરાની યાદમાં પિતાએ ૬ કરોડની લક્ઝરી કાર જમીનમાં દાટી દીધી

Published : 16 February, 2026 02:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયજનના મૃત્યુનો આઘાત એટલો ઘેરો હોય છે કે ક્યારેક માણસને તેની યાદમાં દુનિયાની સૌથી કીમતી ચીજ પણ વામણી લાગવા લાગે છે. આવા જ આઘાતમાં એક પિતાએ દીકરાને લાવી આપેલી ૬ કરોડ રૂપિયાની BMW કાર જમીનમાં દાટી દીધી હતી. 

દીકરાની યાદમાં પિતાએ ૬ કરોડની લક્ઝરી કાર જમીનમાં દાટી દીધી

દીકરાની યાદમાં પિતાએ ૬ કરોડની લક્ઝરી કાર જમીનમાં દાટી દીધી

પ્રિયજનના મૃત્યુનો આઘાત એટલો ઘેરો હોય છે કે ક્યારેક માણસને તેની યાદમાં દુનિયાની સૌથી કીમતી ચીજ પણ વામણી લાગવા લાગે છે. આવા જ આઘાતમાં એક પિતાએ દીકરાને લાવી આપેલી ૬ કરોડ રૂપિયાની BMW કાર જમીનમાં દાટી દીધી હતી. 
વાત એમ હતી કે પિતાએ દીકરાને તેના જન્મદિવસ પર BMW કાર સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે આપી હતી. દીકરાએ કદી મોંઘી કારની માગણી કરી નહોતી, પરંતુ પિતાએ પુત્રપ્રેમમાં કાર ખરીદીને આપી હતી. જોકે હજી તો કાર ઘરે આવી જ હતી અને થોડા જ દિવસોમાં દીકરાનું અચાનક અવસાન થઈ ગયું. એ પછી જ્યારે પણ પિતા પેલી લક્ઝરી કારને જોતા અને તેમનું હૃદય ભરાઈ આવતું. એ કારને કારણે દીકરાની યાદ તેમને ચેન નહોતી આપી રહી. આખરે પિતાએ એ નવીનક્કોર BMW કાર પણ દીકરાની કબર પાસે જ મોટો ખાડો ખોદીને દફનાવી દીધી. જોકે તેમને ડર હતો કે કોઈકને ખબર પડશે તો ચોરો આ કબર ખોદીને કાર કાઢી લેશે. કોઈ એવું ન કરી શકે એ માટે તેમણે કબરમાં કાર નીચે ઉતાર્યા પછી કૉન્ક્રીટથી કબર ભરી દીધી. કારની ટોચ દેખાતી બંધ થઈ એટલે પિતાએ એ કારની ચાવી પણ ત્યાં જ કૉન્ક્રીટમાં નાખી દીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK