Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુલ્હને રોટલી બનાવી અને વરરાજાએ શેકી

દુલ્હને રોટલી બનાવી અને વરરાજાએ શેકી

24 October, 2021 01:34 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં નવવધૂ રોટલી વણવાની કોશિશ કરતી જોવા મળે છે

રોટલી બનાવતી દુલ્હન અને રોટલી શેકતો વરરાજા

રોટલી બનાવતી દુલ્હન અને રોટલી શેકતો વરરાજા


લગ્ન પછીની વિધિમાં નવવધૂની વ્યવહારકુશળતા ચકાસવા માટે પહેલી રસોઈ નામની એક વિધિ કરવામાં આવતી હોય છે, જેનો મૂળ હેતુ નવવધૂને રસોઈઘરથી પરિચિત કરવા તેમ જ સાસરિયાંઓના મનમાં સ્થાન પામવામાં સહાયક થવાનો હોય છે. સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં નવવધૂ રોટલી વણવાની કોશિશ કરતી જોવા મળે છે. જ્યારે તે રોટલી શેકવા તવા પર નાખે છે ત્યારે પરિવારના લોકો હર્ષની ચિચિયારી પાડે છે, જે જોઈને બાજુમાં બેઠેલો તેનો વર ખુશી અને શરમથી હસવા માંડે છે અને તવા પર મૂકેલી રોટલી શેકે પણ છે. નેટિઝન્સે આ વિડિયોને ખૂબ વખાણ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2021 01:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK