Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગુડગાંવમાં દોડતી જોવા મળી ઍર-કન્ડિશન્ડ ઑટો

ગુડગાંવમાં દોડતી જોવા મળી ઍર-કન્ડિશન્ડ ઑટો

Published : 31 May, 2026 02:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપાંશી નામની યુવતીએ બ્લુ રંગની એક નાના ટેમ્પો જેવી દેખાતી રિક્ષાનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

ઍર-કન્ડિશન્ડ ઑટો

અજબ ગજબ

ઍર-કન્ડિશન્ડ ઑટો


ગરમીના દિવસોમાં રિક્ષામાં સફર કરવાનું આકરું લાગી શકે છે, પણ ગુડગાંવમાં એક એવી ઑટો રસ્તા પર ફરતી જોવા મળી છે જે મૉડર્ન અને સુવિધાજનક તો છે જ અને સાથે એમાં ઍર-કન્ડિશનર પણ લાગેલું છે. દીપાંશી નામની યુવતીએ બ્લુ રંગની એક નાના ટેમ્પો જેવી દેખાતી રિક્ષાનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બન્ને બાજુથી કારની જેમ દરવાજો ધરાવતી એક ઑટોમાં ઍર-કન્ડિશનર લગાવેલું છે. ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી પડી રહી છે ત્યારે આ ઇનોવેશન લોકોને બહુ પસંદ આવે એ સ્વાભાવિક છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK