Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે પતિ ધરાવતી હિમાચલ પ્રદેશની મહિલાએ દીકરીને જન્મ આપ્યો

બે પતિ ધરાવતી હિમાચલ પ્રદેશની મહિલાએ દીકરીને જન્મ આપ્યો

Published : 17 April, 2026 01:28 PM | IST | Sirmaur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુનીતા પણ સોશ્યલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને તેણે ‘સિરમોરી જોડીદાર ભાઈ’ નામનું અકાઉન્ટ બનાવ્યું છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના શિલાઈ ગામમાં સુનીતા નામની છોકરી બે સગા ભાઈઓને પરણી એ સમાચાર ખૂબ ચર્ચામાં આવ્યા હતા. તેનાં લગ્નના ૧૦ મહિના પછી હવે તેના ઘરમાં બાળકની કિલકારી ગૂંજી ઊઠી છે. તેના પતિ પ્રદીપ નેગી અને કપિલ નેગીએ પિતા બનવાની ખુશી સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. પ્રદીપ અને કપિલે લખ્યું હતું, ‘આજે અમારી જિંદગીનો ખૂબસૂરત અને યાદગાર દિવસ છે. અમારી નાનકડી ત્રિપુટીમાં એક નાના મહેમાનનું આગમન થયું છે. એનાથી અમારા ઘરમાં નહીં, દિલમાં ખુશીઓ ઊભરાઈ છે.’

સુનીતા પણ સોશ્યલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે અને તેણે ‘સિરમોરી જોડીદાર ભાઈ’ નામનું અકાઉન્ટ બનાવ્યું છે. હિમાચલ પ્રદેશમાં જોડીદાર પ્રથા અંતર્ગત એક જ પરિવારના બે અથવા વધુ ભાઈઓ સાથે લગ્ન કરવાની પરંપરા છે. મોટા ભાગના લોકો હવે આ પરંપરા પાળતા નથી, પરંતુ પ્રદીપ અને કપિલ નેગીએ જૂની પરંપરા પાળી હતી. એક ભાઈ હાલમાં નોકરી માટે વિદેશ રહે છે એટલે દીકરીના જન્મ વખતે સુનીતાની સાથે એક જ પતિ હતો. 


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 01:28 PM IST | Sirmaur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK