Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જન્મદાતાએ ઠુકરાવી દીધેલા એકલવાયા વાનરબાળને લોકોએ આપ્યાં સૉફ્ટ ટૉય

જન્મદાતાએ ઠુકરાવી દીધેલા એકલવાયા વાનરબાળને લોકોએ આપ્યાં સૉફ્ટ ટૉય

Published : 21 February, 2026 01:28 PM | IST | Ichikawa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના પછી તો પંચને ખુશ કરવા માટે લોકો સૉફ્ટ ટૉય્સ ભેટ આપવા લાગ્યા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


જપાનમાં ઇચિકાવા સિટી ઝૂમાં પંચ નામના એક બેબી બંદરને તેની માએ અપનાવવાનો ઇનકાર કરી દેતાં બચ્ચું સાવ એકલવાયું પડી ગયું હતું. મા વિના એકદમ ઉદાસ બેસી રહેલા બચ્ચાને જોઈને ઝૂકીપર્સને દયા આવી. તેણે બચ્ચાનું મન બહેલાવવા માટે ઉરાંગઉટાંગનું એક સૉફ્ટ ટૉય આપ્યું. પહેલાં તો પંચને એની ખાસ અસર ન થઈ, પરંતુ થોડી વાર પછી તે એના પર સૂઈ ગયું, એને ઊંચકીને આમતેમ ફરવા લાગ્યું. કદાચ સૉફ્ટ ટૉયના ચહેરાનો વાનર જેવો દેખાવ જોઈને એને પોતીકાપણું મહેસૂસ થવા લાગ્યું હતું. આ ઘટના પછી તો પંચને ખુશ કરવા માટે લોકો સૉફ્ટ ટૉય્સ ભેટ આપવા લાગ્યા. લોકો પણ એની સાથે વાતો કરવાની કોશિશ કરતા હતા એ બધાને કારણે પંચની એકલતા દૂર થઈ ગઈ. તે હવે એનાં જેવાં બીજાં વાનરબાળ સાથે હળવા-મળવા લાગ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 01:28 PM IST | Ichikawa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK