ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક ટોલપ્લાઝા પર ઊભેલી કારને અચાનક જ પાછળથી આવેલી ટ્રકે ટક્કર મારી હતી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક ટોલપ્લાઝા પર ઊભેલી કારને અચાનક જ પાછળથી આવેલી ટ્રકે ટક્કર મારી હતી. એટલું જ નહીં, ટ્રકે કારને લગભગ ૫૦થી ૭૦ મીટર દૂર સુધી ઢસડી હતી. જ્યારે આ ઘટના ઘટી ત્યારે કારની આગળ ટોલપ્લાઝાનો એક માણસ ઊભો હતો. પાછળથી કારને ટક્કર વાગતાં ટોલનો એ કર્મચારી કારના બોનેટ પર પડ્યો હતો અને કારની સાથે તે પણ ઢસડાયો હતો. એ વખતે સ્કૅનર મશીન ખરાબ હોવાથી કર્મચારી દ્વારા મૅન્યુઅલ સ્કૅનિંગ ચાલી રહ્યું હતું. જોકે એ કર્મચારી માટે ખતરનાક સાબિત થયું હતું. કર્મચારી ઉપરાંત કારમાં જે લોકો સવાર હતા તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નજરે જોનારા લોકોનું કહેવું છે કે ટ્રક ખૂબ સ્પીડમાં આવી રહી હતી અને જ્યાં સુધી એ કારને ટકરાઈ નહીં ત્યાં સુધી ટ્રક-ડ્રાઇવરે બ્રેક મારવાની કોશિશ સુધ્ધાં નહોતી કરી.


