આ ટોળકી મોટા ભાગે બાળક તો ક્યારેક મહિલાનો ઉપયોગ કરીને ઊલટીનું બહાનું કરીને લોકોનું ધ્યાન બીજે ભટકાવતી હતી અને બાકીના લોકો અન્ય મુસાફરોનાં બૅગ, પર્સ કે મોબાઇલની હાથસફાઈ કરી લેતા હતા.
કાનપુરમાં રિક્ષામાં લૂંટ ચલાવતી ઊલટી ગૅન્ગ પકડાઈ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રિક્ષામાં સફર કરતી વખતે ચોરીને અંજામ આપતી એક ટોળકી પકડાઈ છે. આ ટોળકી મોટા ભાગે બાળક તો ક્યારેક મહિલાનો ઉપયોગ કરીને ઊલટીનું બહાનું કરીને લોકોનું ધ્યાન બીજે ભટકાવતી હતી અને બાકીના લોકો અન્ય મુસાફરોનાં બૅગ, પર્સ કે મોબાઇલની હાથસફાઈ કરી લેતા હતા. મોટા ભાગે ચોરીનું કામ રિક્ષામાં થતું. રિક્ષાચાલક પણ ટોળકીનો જ ભાગ હતો. ચાલુ રિક્ષાએ બાળક ઊલટી આવી રહી છે એમ કહીને બેબાકળો બનતો. બેચેન બાળકને શાંત પાડવા માટે રિક્ષાનો સહપ્રવાસી વ્યસ્ત થાય એટલે ગૅન્ગના બીજા લોકો મુસાફરનું ધ્યાન ભટકાવીને ચોરી કરી લેતા હતા. છેલ્લા કેટલાય દિવસોથી કાનપુરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસને રિક્ષામાંથી ચોરી થયાની ફરિયાદો મળતી હતી. અત્યાર સુધીમાં આ ટોળકી આ રીતે દસેક ચોરીઓ કરી ચૂકી છે. પોલીસે આ ગૅન્ગને પકડી લીધી છે. એમાં બે યુવાન અને ત્રણ મહિલાઓ છે.
