જે ઘરમાંથી આ ખજાનો મળ્યો છે તેમને એમાંથી વળતર ચૂકવવામાં આવશે.
ખજાનો મળી આવ્યો હતો
પહેલાંના જમાનામાં લોકો સોના-ચાંદી અને હીરા-ઝવેરાતના દાગીના જમીનમાં દાટીને રાખતા હતા. એટલે જ જૂનાં અને હેરિટેજ ગણાય એવાં ઘરોના ખોદકામ વખતે બહુ મોટા ખજાના મળતા હતા. જોકે આધુનિક ઘરો બન્યાં એ પછી આ કિસ્સા ઘટી ગયા છે. જોકે કર્ણાટકના ગડગ જિલ્લામાં એક ઘરના ખોદકામમાં જમીનમાંથી તાંબાનો એક ચરુ મળી આવ્યો હતો જેમાં સોનાનાં ઘરેણાં ભરેલાં હતાં. કસ્તૂરવ્વ રિત્તી અને તેના દીકરા પ્રજ્વલે ઘરના રિનોવેશન માટે ખોદકામ કરાવ્યું ત્યારે તેમને તાંબાના ઘડામાં સંઘરેલો ખજાનો મળ્યો હતો. પ્રજ્વલે તરત જ આ ઘટના વિશે પોલીસમાં જાણ કરી હતી. પોલીસની સામે જ્યારે ઘડો ખાલી કરવામાં આવ્યો તો એમાંથી ૪૭૦ ગ્રામ સોનાની જૂની જ્વેલરી મળી આવી હતી. પોલીસે આખી ઘટનાનું વિડિયો રેકૉર્ડિંગ કરીને ખજાનો જિલ્લા પ્રશાસનને સોંપી દીધો છે. જે ઘરમાંથી આ ખજાનો મળ્યો છે તેમને એમાંથી વળતર ચૂકવવામાં આવશે.


