જાણકારી મળ્યા મુજબ આ બન્ને છોકરીઓ એકમેકની બેસ્ટ ફ્રેન્ડ છે અને તેમને પોતાનો પતિ શૅર કરવામાં કોઈ વાંધો નથી
એક યુવકે એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કર્યાં
કર્ણાટકના ચિત્રદુર્ગમાં તાજેતરમાં અજીબ લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કર્યાં હતાં. જાણકારી મળ્યા મુજબ આ બન્ને છોકરીઓ એકમેકની બેસ્ટ ફ્રેન્ડ છે અને તેમને પોતાનો પતિ શૅર કરવામાં કોઈ વાંધો નથી. આ લગ્નનું આયોજન ચિત્રદુર્ગ જિલ્લામાં ૧૬ ઑક્ટોબરે એક ભવ્ય પૅલેસ જેવા માહોલમાં થયાં હતાં. પચીસ વર્ષના વસીમ શેખે તેની બે સૌથી ગાઢ ફ્રેન્ડ્સ સાથે લગ્ન કરીને ત્રણેએ એકસાથે રહેવાનું વચન આપ્યું હતું. લગ્ન સમયે બન્ને દુલ્હનો દુલ્હનના એકસરખા પરિવેશમાં હતી અને વસીમે બન્નેનો હાથ પકડીને તસવીર ખેંચાવડાવી હતી. આ ત્રણે ઘણા વખતથી ખૂબ પાક્કા દોસ્ત હતાં એટલે તેમણે ત્રણેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

