Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૮૯૨ સ્ક્વેર ફુટમાં બનાવ્યું વિશ્વનું સૌથી જાયન્ટ હળદર-મસાલાનું પેઇન્ટિંગ

૧૮૯૨ સ્ક્વેર ફુટમાં બનાવ્યું વિશ્વનું સૌથી જાયન્ટ હળદર-મસાલાનું પેઇન્ટિંગ

Published : 30 September, 2026 02:34 PM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ચિત્ર ૧૨૦૯ સ્ક્વેર ફુટનું હતું અને એ માત્ર મોંમાં પીંછી લઈને બનાવવામાં આવ્યું હતું

હળદર-મરચાંનું પેઇન્ટિંગ

અજબ ગજબ

હળદર-મરચાંનું પેઇન્ટિંગ


કર્ણાટકના ધારવાડમાં રહેતા અમર કાળે નામના કલાકારે પેઇન્ટિંગ વિશ્વમાં અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. ભારતની ખાસિયત એના મસાલા છે. હળદર-મરચું જેવાં બેસિક સ્પાઇસિસની મદદથી અમર કાળેએ ૧૭૯ સ્ક્વેર મીટર એટલે કે લગભગ ૧૮૯૨ સ્ક્વેર ફુટના એક કૅન્વસ પર એક ચિત્ર તૈયાર કર્યું છે. એ ચિત્રમાં કર્ણાટકનો મૅપ અને એમાં કર્ણાટકનો જાણીતો હમ્પીનો રથ દેખાય છે. માતૃભૂમિ કર્ણાટકને સમર્પિત કરેલી આ કલા થકી અમરે કર્ણાટકની સમૃદ્ધ સંસ્કૃતિ અને શાનદાર વિરાસતને ગ્લોબલ સ્તરે ફેમસ કરવાનો પ્રયત્ન કર્યો છે.  



મોંમાં પીંછી લઈને બનાવેલું ચિત્ર


આ પહેલાં અમર કાળેએ ભારતના ઑપરેશન સિંદૂરના સાહસમાં ભારતીય સૈનિકોના સાહસનું નિદર્શન કરતું એક પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ ચિત્ર ૧૨૦૯ સ્ક્વેર ફુટનું હતું અને એ માત્ર મોંમાં પીંછી લઈને બનાવવામાં આવ્યું હતું. એ ચિત્રને પણ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં મોંએથી બનાવેલા સૌથી મોટા પેઇન્ટિંગનો ખિતાબ પણ મળ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 02:34 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK