કોર્ટના સ્ટાફને જ્યારે ખુરસી પર સરસવના દાણા દેખાયા ત્યારે એ ક્યાંથી આવ્યા એની તપાસ કરવામાં આવી
પોલીસે મંજુલા સામે બ્લૅક મૅજિક વિરોધી કાયદા અંતર્ગત કેસ નોંધ્યો હતો
કર્ણાટકના ચિકબલ્લાપુરમાં અંધવિશ્વાસ અને બ્લૅક મૅજિકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મંજુલા નામની ૬૫ વર્ષની એક મહિલાએ કોર્ટનો નિર્ણય પોતાના પક્ષમાં આવે એ માટે જજની ખુરસી પર કાળો જાદુ કર્યો હતો. મંજુલા ગુરુવારે સવારે ૯.૩૦ વાગ્યે કોર્ટ પહોંચી હતી અને જે કોર્ટ રૂમમાં પોતાનો કેસ ચાલવાનો હતો એ રૂમમાં જજની ખુરસી અને ડાયસ પર પીળી સરસવના દાણા વેરી આવી હતી. કોર્ટના સ્ટાફને જ્યારે ખુરસી પર સરસવના દાણા દેખાયા ત્યારે એ ક્યાંથી આવ્યા એની તપાસ કરવામાં આવી. એમાં મંજુલા પકડાઈ ગઈ. પોલીસે તેને પકડીને આવું કરવાનું કારણ પૂછ્યું તો તેણે જમીનના વિવાદના કેસમાં જજ પોતાની તરફેણમાં ચુકાદો આપે એ માટે આ ટોટકો વાપર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મંજુલા સામે બ્લૅક મૅજિક વિરોધી કાયદા અંતર્ગત કેસ નોંધ્યો હતો.
