કીર્તના મેનન નામની એક યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું મુંડન થતું હોય એવો વિડિયો શૅર કર્યો છે અને સાથે લખ્યું છે – મારી મમ્મી મારાં લગ્નનું પ્લાનિંગ કરી રહી હતી. આ લખાણને કારણે એવી વાતો વહેતી થઈ કે તેણે પણ લગ્નનું પ્રેશર ખાળવા માટે આમ કર્યું છે.
આ યુવતીએ માથું કેમ મૂંડાવી નાખ્યું?
થોડા મહિના પહેલાં એક યુવતીએ પેરન્ટ્સના લગ્નના દબાણને વશ ન થવું પડે એટલા માટે માથું મૂંડાવીને પેરન્ટ્સને ચૅલેન્જ કરેલી કે હવે કરાવી જુઓ મારાં લગ્ન. હવે કીર્તના મેનન નામની એક યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું મુંડન થતું હોય એવો વિડિયો શૅર કર્યો છે અને સાથે લખ્યું છે – મારી મમ્મી મારાં લગ્નનું પ્લાનિંગ કરી રહી હતી. આ લખાણને કારણે એવી વાતો વહેતી થઈ કે તેણે પણ લગ્નનું પ્રેશર ખાળવા માટે આમ કર્યું છે. જોકે કીર્તનાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તે પોતાના પીઠસમાણા વાળને સાડી પહેરીને ફ્લૉન્ટ કરતી હોય એવા અનેક વિડિયોઝ છે. આ વિડિયો ખૂબ વાઇરલ થયો એ પછી તેણે સ્પષ્ટતા કરવી પડી કે ‘મારા મુંડનને અને લગ્નને કોઈ લેવાદેવા નથી. મેં તો મારી મરજીથી લુકમાં ચેન્જ લાવવા માટે આ પ્રયોગ કર્યો છે. મને મુંડન કરાવીને નવો લુક જોઈતો હતો એટલે મારી મમ્મીની સાથે મંદિર ગઈ અને માથું મૂંડાવી લીધું.’
આ નવા લુકને તેના મિત્રો કેવું રીઍક્શન આપે છે એ પણ વિડિયો-કૉલમાં રેકૉર્ડ કર્યું છે. તેના દોસ્તો ટકલી બહેનપણીને જોઈને આંખો પહોળી કરીને જોઈ રહ્યા છે અને સાથે તેની હિંમતને દાદ આપતા હોય એવાં એક્સપ્રેશન્સ જોવા મળે છે.
