Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રખડતા કૂતરાઓના ત્રાસની ફરિયાદ કરવા ભાઈ કૂતરાનો મુખવટો પહેરીને કલેક્ટર ઑફિસ પહોંચ્યો

રખડતા કૂતરાઓના ત્રાસની ફરિયાદ કરવા ભાઈ કૂતરાનો મુખવટો પહેરીને કલેક્ટર ઑફિસ પહોંચ્યો

Published : 20 August, 2026 12:10 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના ખંડવામાં એક માણસ નગરપાલિકાની જનસુનાવણીમાં રખડતા કૂતરાઓની સમસ્યા તેમ જ એના પ્રબંધનમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં કૂતરાનો મુખવટો પહેરીને આવ્યો હતો અને સહુનું ધ્યાન ખેંચ્યું હતું.

રખડતા કૂતરાઓના ત્રાસની ફરિયાદ કરવા ભાઈ કૂતરાનો મુખવટો પહેરીને કલેક્ટર ઑફિસ પહોંચ્યો

રખડતા કૂતરાઓના ત્રાસની ફરિયાદ કરવા ભાઈ કૂતરાનો મુખવટો પહેરીને કલેક્ટર ઑફિસ પહોંચ્યો


મધ્ય પ્રદેશના ખંડવામાં એક માણસ નગરપાલિકાની જનસુનાવણીમાં રખડતા કૂતરાઓની સમસ્યા તેમ જ એના પ્રબંધનમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં કૂતરાનો મુખવટો પહેરીને આવ્યો હતો અને સહુનું ધ્યાન ખેંચ્યું હતું. નગરપાલિકાના વિરોધપક્ષના નેતા દીપક રાઠોરે આ વિરોધ-પ્રદર્શન તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે આ ગતકડું કર્યું હતું. ડૉગીનો ચહેરો લઈને નગરપાલિકામાં પહોંચેલા દીપક રાઠોરનો આરોપ છે કે ‘ખંડવામાં છેલ્લાં ચાર વર્ષોમાં કૂતરાઓની નસબંધીના નામ પર નગરપાલિકાએ લગભગ ૪૦ લાખ રૂપિયા વાપર્યા હોવા છતાં રખડતા કૂતરાઓની સંખ્યા ઓછી થવાને બદલે વધી રહી છે. આ અવધિમાં કૂતરાઓના કરડવાની ૧૩,૨૨૫ ઘટનાઓ સામે આવી છે. કેટલાય ડૉગીની નસબંધી કરાવ્યા પછી પણ છ-છ બચ્ચાં કઈ રીતે પેદા કરી શકે છે? નસબંધીના કામમાં મોટો ગોટાળો ચાલી રહ્યો છે અને એ બાબતે નગરપાલિકાએ તરત જ તપાસ શરૂ કરીને દોષીઓને સજા કરવી જોઈએ.’
કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર બન્નેએ દીપક રાઠોરની આ ફરિયાદ પર પગલાં લેવાની બાંયધરી આપી છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 12:10 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK