Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બીજાં લગ્ન કરવાં હતાં એટલે મમ્મીએ ૮ વર્ષની દીકરીને ચાલતી ટ્રેન સામે ફેંકી દીધી

બીજાં લગ્ન કરવાં હતાં એટલે મમ્મીએ ૮ વર્ષની દીકરીને ચાલતી ટ્રેન સામે ફેંકી દીધી

Published : 02 April, 2026 03:09 PM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના ભોપાલ પાસે નર્મદાપુરમ રેલવે-સ્ટેશન પર થોડા દિવસ પહેલાં રૂંવાડાં ખડાં કરી દે એવી એક ઘટના ઘટી હતી

મા અને માસૂમ દીકરી

અજબ ગજબ

મા અને માસૂમ દીકરી


મધ્ય પ્રદેશના ભોપાલ પાસે નર્મદાપુરમ રેલવે-સ્ટેશન પર થોડા દિવસ પહેલાં રૂંવાડાં ખડાં કરી દે એવી એક ઘટના ઘટી હતી. ૮ વર્ષની એક માસૂમ દીકરી રેલવે-ટ્રૅક પર પડી જતાં ઘાયલ થઈ ગઈ હતી. ૧૭ માર્ચની રાતે લગભગ ૮ વાગ્યે અંજુ સિંહ નામની મહિલા તેની દીકરીને લઈને પ્લૅટફૉર્મ-નંબર એક પર પહોંચી હતી. ટ્રૅક પરથી જેવી તામિલનાડુ એક્સપ્રેસ ટ્રેન પસાર થવાની હતી ત્યારે જ તેણે પોતાની દીકરીને ટ્રેનની સામે ધક્કો મારી દીધો. જોકે ટ્રેનચાલકે અધવચ્ચે ટ્રેન રોકી દેતાં દીકરી કોઈક રીતે બચી ગઈ હતી, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ટ્રેનની વચ્ચેથી છોકરીને બહાર કાઢીને હૉસ્પિટલમાં સારવાર મોટે મોકલી અપાઈ. અહીં તે ૧૩ દિવસ જીવનમરણ વચ્ચે ઝઝૂમી, પરંતુ આખરે દમ તોડી નાખ્યો. અંજુ પોતાને નિર્દોષ કહેતી રહી હતી, પરંતુ ટ્રેનના ચાલક અને આસપાસ હાજર લોકોની ગવાહીને કારણે તેણે જ દીકરીને ધક્કો માર્યો હતો એ સ્પષ્ટ હતું. પોલીસે અંજુ સિંહની કડક પૂછપરછ કરતાં ખબર પડી હતી કે અંજુનો પહેલો પતિ મરી ગયો હતો અને તે બીજાં લગ્ન કરવા માગતી હતી, પરંતુ દીકરીને કારણે એ શક્ય નહોતું બની રહ્યું. આખરે તેણે પોતાનાં બીજાં લગ્નનો રસ્તો સાફ કરવા માટે દીકરીને મારવાનું નક્કી કર્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 03:09 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK