Mahakumbh 2025: ઉન્નાવ જેલમાં કેદીઓને ત્રિવેણી સંગમના જળથી સ્નાન કરવાની વિશેષ તક મળી. "હર-હર ગંગે"ના જયઘોષ સાથે પવિત્ર સ્નાન અને ધાર્મિક શાંતિનો અનુભવ કરાવતો ભવ્ય કાર્યક્રમ આયોજિત.
ઉન્નાવની જેલમાં કેદીઓએ કર્યું પવિત્ર સ્નાન (તસ્વીર: સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- મહાકુંભની ભાવનાત્મક અને આધ્યાત્મિક ઉજવણી!
- ઉન્નાવ જેલમાં કેદીઓ માટે ત્રિવેણી સંગમના પવિત્ર જળથી સ્નાનનું આયોજન
- "હર-હર ગંગે"ના જયઘોષ સાથે કેદીઓએ કર્યું સ્નાન
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના કેન્દ્રીય જેલમાં મહાકુંભના આસ્થા અને ધાર્મિક ઉલ્લાસની અનોખી ઝલક જોવા મળી. જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં તેમને પવિત્ર ત્રિવેણી સંગમના જળથી સ્નાન કરવાની તક આપવામાં આવી. આ પવિત્ર પ્રસંગ દરમિયાન કેદીઓએ “હર-હર ગંગે”ના ગૂંજતા નાદ સાથે ભક્તિભાવપૂર્વક સ્નાન કર્યું. જેલ પ્રશાસન દ્વારા કેદીઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી, જેનાથી સમગ્ર માહોલ વધુ આસ્થામય અને ભાવનાત્મક બની ગયો. કેદીઓ માટે આ અનોખી વિધિ એક ખાસ અને યાદગાર અનુભવ બની. કેટલાક કેદીઓએ સૂર્યને અર્ઘ્ય આપીને પણ આ પવિત્ર ક્ષણનો લાભ લીધો.
માહિતી મુજબ, ઉન્નાવ જેલના જેલ અધિક્ષક પંકજકુમાર સિંહની પહેલ પર પ્રયાગરાજથી ત્રિવેણી સંગમનું પવિત્ર જળ મગાવવામાં આવ્યું અને કેદીઓ માટે સ્નાનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. આ પવિત્ર જળને વિશાળ કુંડમાં ભરી તેમાં ગંગાજળ પણ ઉમેરવામાં આવ્યું. કુંડમાં ગુલાબના ફૂલની પાંખડીઓ નાખી તેની સુંદરતા વધારવામાં આવી. ઉપરાંત, કુંડની આસપાસ ફૂલના ગમલાઓ ગોઠવવામાં આવ્યા, જેથી માહોલ વધુ પવિત્ર અને શાંતિમય બન્યો.
ADVERTISEMENT
लो भाई ........? जेल में कुंभ स्नान... #Unnao...
— Debashish Sarkar ?? (@DebashishHiTs) February 18, 2025
जेल प्रशासन ने कैदियों को कराया कुंभ स्नान !
उन्नाव जिला कारागार के जेल अधीक्षक ने विशेष प्रबंध कर करवाया कैदियों को जेल में कुंभ स्नान!
कैदियों ने किया हर हर गंगे का उद्घोष !!!#Mahakumbh In Jail pic.twitter.com/dg3WMK9dDf
"હર-હર ગંગે"ના જયઘોષ સાથે પવિત્ર સ્નાન
જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલા આ વિશેષ આયોજનને જોઈ કેદીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. દરેક ટોળકીના કેદીઓ એક પછી એક "હર-હર ગંગે" ના જયઘોષ સાથે પવિત્ર જળથી સ્નાન કરવા આવ્યા. કેટલાક કેદીઓએ સ્નાન બાદ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી પોતાની ભક્તિ વ્યક્ત કરી. જેલમાં આ આયોજન એક અનોખી ધાર્મિક શાંતિ અને દિવ્યતાનો અનુભવ કરાવતો હતો.
જેલ પ્રશાસન દ્વારા ભવ્ય આયોજન
જેલ મંત્રી અને મહાનિદેશકની મંજૂરી સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેલ અધિક્ષક પંકજકુમાર સિંહ અને જેલર અરુણકુમાર મિશ્રાની દેખરેખ હેઠળ આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો. સ્નાન દરમિયાન સમગ્ર જેલમાં આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. આ વિશેષ આયોજનથી જેલમાં રહેલા કેદીઓમાં જુદા પ્રકારનો આનંદ અને શાંતિની લાગણી જોવા મળી. કેદીઓએ જેલ પ્રશાસનના આ આયોજન માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો. તેઓએ જણાવ્યું કે આ પ્રકારના આધ્યાત્મિક કાર્યક્રમો તેમના જીવનમાં શાંતિ અને એક નવી આશાની લાગણી ઉભી કરે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાયાગરાજમાં મહાકુંભ દરમિયાન સંગમ સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી ચુક્યા છે અને આ સંખ્યા સતત વધી જ રહી છે. વિવિધ વય, ધર્મ, સંપ્રદાય અને વર્ગના લોકો આ પવિત્ર સ્નાનમાં ભાગ લઈ રહ્યા છે, જે મહાકુંભના આ ભવ્ય આયોજનને ખાસ અને અનોખું બનાવે છે. તે ઉપરાંત, આ વિશાળ સ્નાન સ્થળમાં સાધુ-સંતો અને યાત્રીઓના અલગ અલગ જૂથો વચ્ચે ભવ્ય વિધિપ્રક્રિયા જોવા મળે છે.

