પશ્ચિમ બંગાળના બાંકુડા ગામનો આ વિડિયો છે. વાત એમ હતી કે શ્રીકાંતકુમાર દત્તા નામના એક માણસના રૅશનકાર્ડમાં સરકારી અધિકારીએ ભૂલથી ખોટું નામ લખી નાખેલું
રૅશનકાર્ડમાં સરકારી અધિકારીએ ભૂલથી ખોટું નામ લખી નાખેલ
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @tv1indiaalive પર એક વિડિયો પોસ્ટ થયો છે જેમાં એક માણસ રોડ પર કૂતરાની જેમ ભસી રહ્યો છે. તે બીજા કોઈની સામે નહીં, એક સરકારી અધિકારીની સામે ભસી રહ્યો છે. પશ્ચિમ બંગાળના બાંકુડા ગામનો આ વિડિયો છે. વાત એમ હતી કે શ્રીકાંતકુમાર દત્તા નામના એક માણસના રૅશનકાર્ડમાં સરકારી અધિકારીએ ભૂલથી ખોટું નામ લખી નાખેલું. પહેલાં તો શ્રીકાંતકુમારે ભૂલ વિશે સરકારી કર્મચારીઓનું શાંતિથી ધ્યાન દોરેલું, પણ કદાચ તેની વાત કોઈએ માની નહીં. ભૂલ પણ કંઈ જેવીતેવી નહોતી. શ્રીકાંતકુમારની અટકમાં દત્તા હતું, પણ છપાયું હતું કુત્તા. આ ભૂલ કાર્ડમાં સુધારવા માટે સીધી આંગળીએ ઘી ન નીકળ્યું તો તેણે નાછૂટકે રૅશનકાર્ડ ઑફિસની
બહાર ઊભા રહીને જેવા પેલા સરકારી અધિકારી આવ્યા કે તેમની સામે કૂતરાની જેમ ભોંકવાનું શરૂ કરી દીધું. અધિકારી કારમાં બેસવા જાય છે ત્યારે જ તેમની સામે જોરજોરથી ભસીને તે હાથમાં રહેલું કાગળ બતાવવા લાગ્યો. અધિકારીએ શ્રીકાંતકુમારના હાથમાંથી કાગળ લીધો અને જોયું એટલે તરત જ તેમને સમજાઈ ગયું. આખરે અધિકારીએ તેમની ઑફિસમાં શ્રીકાંતની અટક સુધારવાનો આદેશ આપી દીધો.

