Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > `મરાઠી ન બોલનારને મારો, પણ વીડિયો...` રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન; જુઓ વીડિયો

`મરાઠી ન બોલનારને મારો, પણ વીડિયો...` રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન; જુઓ વીડિયો

Published : 05 July, 2025 06:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Raj Thackeray says beat people for not speaking marathi but no video: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી સ્ટેજ પર સાથે જોવા મળ્યા. મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના નિર્ણયને પાછો ખેંચવાની ઉજવણી કરી રહેલા રાજ ઠાકરેૅ કહ્યું...

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વિજયયાત્રા (તસવીર સૌજન્ય: મિડે-ડે)

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વિજયયાત્રા (તસવીર સૌજન્ય: મિડે-ડે)


મહારાષ્ટ્રમાં, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી સ્ટેજ પર સાથે જોવા મળ્યા. મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના નિર્ણયને પાછો ખેંચવાની ઉજવણી કરી રહેલા બંને ભાઈઓએ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. રાજ્યમાં ભાષાના નામે થઈ રહેલી હિંસાને અવગણીને, રાજ ઠાકરેએ તેમના કાર્યકરોને એક નવી સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે આ વખતે જો તમે કોઈને મારશો તો તેનો વીડિયો ન બનાવો.


ઉદ્ધવ ઠાકરે સાથે સ્ટેજ શૅર કરી રહેલા રાજ ઠાકરેએ પોતાના કાર્યકરોને સંબોધિત કરતી વખતે મીરા રોડની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં એક ઉદ્યોગપતિની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું, "શું કોઈના માથા પર લખેલું છે કે તે કઈ જાતિ કે સમુદાયનો છે? હું કહું છું કે કોઈને કારણ વગર મારશો નહીં, પરંતુ જો કોઈ વધુ પડતું નાટક કરે છે તો તેના કાન નીચે થપ્પડ ચોક્કસ મારશો... હા, પણ આગલી વખતે જ્યારે તમે કોઈને મારશો, ત્યારે તેનો વીડિયો ના બનાવો."



આ પહેલા રાજ ઠાકરેએ મરાઠી ભાષાને લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્ર સરકારને પણ ઘેરી લીધા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, "જો તમારી પાસે વિધાનસભા ભવનમાં સત્તા છે... તો મહારાષ્ટ્રના રસ્તાઓ પર પણ અમારી સત્તા છે." એટલું જ નહીં, રાજે કહ્યું કે રાજ્યના શિક્ષણ મંત્રી મારી પાસે આવ્યા હતા... મેં તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે તમે જે કહો છો તે હું ચોક્કસ સાંભળીશ પણ સંમત થઈશ નહીં.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


મરાઠીમાં બોલતા રાજ ઠાકરેએ કહ્યું: “ગુજરાતી હોય કે બીજું કોઈ, મરાઠી બધાને આવડવું જ જોઈએ, પરંતુ જો કોઈ મરાઠી ન બોલે તો તેને મારવાની કોઈ જરૂર નથી. છતાં, જો કોઈ નાટક કરે છે, તો તમારે તેના કાન નીચે મારવું જોઈએ.જો તમે કોઈને માર મારશો, તો ઘટનાનો વીડિયો ન બનાવો. માર ખાનાર વ્યક્તિને કહેવા દો કે તેને માર મારવામાં આવ્યો છે; તમારે બધાને કહેવાની જરૂર નથી,” રાજ ઠાકરેએ કહ્યું.

‘હા, અમે ગુંડા છીએ...’ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું
રાજ ઠાકરેના `મરાઠી ગૌરવ`ના નિવેદન પછી ઉદ્ધવ ઠાકરેનું ભાષણ પણ આવ્યું, જે એ જ લાગણીઓને પ્રતિબિંબિત કરતું હતું. શિવસેના (UBT) ના વડાએ પણ મરાઠીમાં વાત કરી, કહ્યું: “હા, અમે ગુંડા છીએ; જો ન્યાય મેળવવા માટે અમારે ગુંડા બનવું પડે, તો અમે ગુંડાગીરી કરીશું.” મહારાષ્ટ્રમાં, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી સ્ટેજ પર સાથે જોવા મળ્યા. મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના નિર્ણયને પાછો ખેંચવાની ઉજવણી કરી રહેલા બંને ભાઈઓએ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2025 06:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK