આ માત્ર ઝાટકો જ નહોતો, શૉકને કારણે વેન્કટસેનનો હાથ પણ દાઝી ગયો હતો.
વેન્કટસેન નામના ભાઈને વીજળીનો ઝાટકો લાગ્યો
તામિલનાડુના કાંચીપુરમમાં રવિવારે HDFC બૅન્કના ATMમાં પૈસા ઉપાડવા ગયેલા વેન્કટસેન નામના ભાઈને વીજળીનો ઝાટકો લાગ્યો હતો. આ માત્ર ઝાટકો જ નહોતો, શૉકને કારણે વેન્કટસેનનો હાથ પણ દાઝી ગયો હતો. આ ઘટના પછી ગ્રાહકોની સેફ્ટી માટે સવાલ ઊભા થયા છે. વેન્કટસેને કહ્યું હતું કે ‘તેણે મશીનમાં કાર્ડ ઇન્સર્ટ કર્યું અને પછી પિન ટાઇપ કરવા ગયો ત્યારે કીપૅડ પરથી જોરદાર ઝાટકો લાગ્યો હતો. પહેલાં તેને ખબર ન પડી કે કેમ તેનો હાથ પાછો ખેંચાઈ ગયો એટલે તેણે ફરી પિન એન્ટર કરવાની કોશિશ કરી તો આ વખતે એટલો જોરદાર શૉક લાગ્યો કે એને કારણે તેનો જમણો હાથ ખૂબ દાઝી ગયો હતો. ઝાટકાને કારણે તે તરત જ ATMમાંથી બહાર નીકળી ગયો અને કાંચીપુરમની ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં પહોંચ્યો હતો.’

