મર્ડરના આરોપમાં સુરેશે દોઢ વર્ષની જેલ ભોગવી લીધી છે
સુરેશ કુરુબુરા
કર્ણાટકના કોડુગુ જિલ્લાના કુશાલનગરમાં ૩૮ વર્ષના સુરેશ કુરુબુરા નામના ૩૯ વર્ષના પુરુષને તેની પત્નીના મર્ડરના કેસમાં જેલની સજા થઈ હતી. ઘટના ૨૦૨૦ના ડિસેમ્બરની છે. તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેની પત્ની માલિગે ખોવાઈ ગઈ છે. ઘટનાના એક વર્ષ બાદ પોલીસને એક મહિલાનું હાડપિંજર અને સાથે એક કૉપીનો કપ મળ્યાં. એના આધારે સુરેશે જ પત્નીનું મર્ડર કર્યું છે એવું પોલીસે સાબિત કરી દીધું. એ પછી તેને જેલ થઈ ગઈ. હાલમાં પહેલી એપ્રિલે સુરેશના એક મિત્રએ કર્ણાટકના બીજા કોઈ શહેરમાં માલિગેને એક રેસ્ટોરાંમાં તેના બૉયફ્રેન્ડ સાથે જોઈ. સુરેશના વકીલે આ ઘટના સેશન્સ કોર્ટમાં રજૂ કરી અને માલિગેને સદેહે કોર્ટમાં હાજર પણ કરી ત્યારે પોલીસે તપાસમાં કેટલા લોચા માર્યા છે એ વાત બહાર આવી હતી. મર્ડરના આરોપમાં સુરેશે દોઢ વર્ષની જેલ ભોગવી લીધી છે અને હવે પત્ની જીવતી મળી આવી ત્યારે કોર્ટે પોલીસ પાસેથી જવાબ માગ્યો છે કે આવી બેદરકારી કઈ રીતે થઈ?

