તેને બહાર આવવાની પરવાનગી નથી કે કોઈ સજા થઈ છે એવું નથી, પણ...
કૅલિસ્ટે નજામવિટા
આફ્રિકાના રવાન્ડામાં કૅલિસ્ટે નજામવિટા નામના એક માણસે ખુદને પોતાના ઘરમાં જ કેદ કરીને રાખ્યો છે. તેને બહાર આવવાની પરવાનગી નથી કે કોઈ સજા થઈ છે એવું નથી, પણ તેને મહિલાઓથી ડર લાગે છે. હાલમાં કૅલિસ્ટની ઉંમર ૭૧ વર્ષની છે અને તેઓ ૧૬ વર્ષની ઉંમરથી લાકડાની એક ઝૂંપડી જેવા ઘરમાં એકલા રહે છે. ઘરને કપડા અને અન્ય ચીજોથી ઢાંકી રાખ્યું છે જેથી કોઈ અંદર જોઈ ન શકે. કૅલિસ્ટની આ માનસિક સમસ્યાને મેડિકલ ભાષામાં ગાયનોફોબિયા કહેવામાં આવે છે. એમાં વ્યક્તિને મહિલાઓથી ડર લાગે છે. અહીં મહિલાઓથી નફરતની વાત નથી, પરંતુ મહિલાઓને જોઈને તેમને ડર અને પૅનિક અટૅક આવવા લાગે છે. સામાન્ય રીતે બાળપણમાં કાચી વયે સ્ત્રીઓ વિશેના કોઈ વારંવારના અનુભવ કે દુર્ઘટનાને કારણે આવી માનસિક અવસ્થા પેદા થાય છે.


