દેશી ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેશી ઇનામ જોઈને બધાએ એને વખાણ્યું હતું. કોઈ પણ રમતમાં સ્થાનિક સંસ્કૃતિની ઝલક પણ દેખાવી જોઈએ
ક્રિકેટ ટુર્નામેન્ટ
કોઈ પણ ક્રિકેટની ટુર્નામેન્ટ પૂરી થાય અને જે ટીમ એ ટુર્નામેન્ટ જીતી લે એને ઇનામમાં શું મળશે એ જાણવાની તાલાવેલી હોય એ સ્વાભાવિક છે. ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડઝનેક ટીમોએ પૂરા જોશથી આખી ટુર્નામેન્ટ રમી હતી. જોકે જ્યારે ઇનામ આપવાનો સમય આવ્યો ત્યારે દર્શકો અચંબિત થઈ ગયા. જ્યારે ફાઇનલ મૅચના મૅન ઑફ ધ મૅચના પ્લેયરનું નામ બોલાયું તો બધાને હતું કે કંઈક ટ્રૉફી, કૅશ કે કોઈ ગિફ્ટ તેને આપવામાં આવશે. જોકે ખેલાડીને મંચ પર એક તંદુરસ્ત મરઘી ઇનામમાં આપવામાં આવી. આ નજારો જોઈને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. દેશી ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેશી ઇનામ જોઈને બધાએ એને વખાણ્યું હતું. કોઈ પણ રમતમાં સ્થાનિક સંસ્કૃતિની ઝલક પણ દેખાવી જોઈએ.


