મંડપમાં બે ટ્રૅક્ટરમાં થઈ એન્ટ્રી : એકમાં ૧૪ દુલ્હા હતા અને બીજામાં ૧૪ દુલ્હનો
એક ટ્રૅક્ટરમાં ૧૪ દુલ્હાઓ ખુરસીમાં બેઠેલા હતા અને બીજામાં ૧૪ દુલ્હનો સજીધજીને બેઠી હતી
ભારતમાં સંતાનોનો ઉછેર કરવો જેટલો મોંઘો છે એનાથીયે મોંઘું છે તેમને પરણાવવાનું. જોકે મધ્ય પ્રદેશના સતનામાં એક ખેડૂતે પોતાના ૧૪ દીકરાઓનાં લગ્નનો ખર્ચ બચાવવા માટે તેમનાં એકસાથે સામૂહિક લગ્ન કર્યાં હતાં. એક જ વારમાં તમામ દીકરાઓનાં લગ્નનો ખર્ચ પતાવી દેવા માટે ખેડૂતે એકદમ સાદગી સાથે સમૂહલગ્ન ગોઠવ્યાં હતાં. મંડપમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. એમાં કોઈ લક્ઝુરિયસ ગાડી કે વાહનોનો ઉપયોગ થયો નહોતો. માત્ર બે જ ટ્રૅક્ટરનો ઉપયોગ થયો હતો. એક ટ્રૅક્ટરમાં ૧૪ દુલ્હાઓ ખુરસીમાં બેઠેલા હતા અને બીજામાં ૧૪ દુલ્હનો સજીધજીને બેઠી હતી. આ બારાત ઢોલ-નગારાં સાથે આખા ગામમાં ફરીને લગ્નમંડપમાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આવાં સામૂહિક લગ્ન તેમણે પહેલાં કદી જોયાં નથી જેમાં એકસાથે ૧૪ ભાઈઓનાં લગ્ન થયાં હોય.
