મુંબઈની ૧૭ વર્ષની કામ્યા કાર્તિકેયને દુનિયાની સૌથી નાની વયની માઉન્ટેનિયરનું ગૌરવ મેળવ્યું છે. તેણે સાતેય ખંડોનાં સૌથી ઊંચાં શિખરો સર કર્યાં છે.
કામ્યા કાર્તિકેયન
મુંબઈની ૧૭ વર્ષની કામ્યા કાર્તિકેયને દુનિયાની સૌથી નાની વયની માઉન્ટેનિયરનું ગૌરવ મેળવ્યું છે. તેણે સાતેય ખંડોનાં સૌથી ઊંચાં શિખરો સર કર્યાં છે. ભારતીય નૌસેના બાળવિદ્યાલયની બારમા ધોરણમાં ભણતી કામ્યાએ ૨૪ ડિસેમ્બરે સાંજે ૫.૨૦ વાગ્યે ઍન્ટાર્કટિકાનું માઉન્ટ વિન્સન શિખર સર કર્યું હતું. આ અદ્ભુત યાત્રામાં કામ્યા સાથે તેના પિતા અને ભારતીય નૌસેનાના કમાન્ડર પણ હતા. ઍન્ટાર્કટિકાનું ૧૬,૫૦૦ ફુટ ઊંચું શિખર સર કરવાની મિસાલ બનાવી છે. આ પહેલાં ઑલરેડી કામ્યા સાઉથ સાઇડથી માઉન્ટ એવરેસ્ટ સર કરનારી સૌથી યંગેસ્ટ ભારતીય બની હતી.
કામ્યા આફ્રિકાનો માઉન્ટ કિલિમાંજારો, યુરોપનો માઉન્ટ એલ્બ્રુસ, ઑસ્ટ્રેલિયાનો માઉન્ટ કોસ્કિસ્કો, સાઉથ અમેરિકાનો માઉન્ટ ઍકોન્કાગુઆ, નૉર્થ અમેરિકાનો માઉન્ટ દેનાલી, એશિયાનો માઉન્ટ એવરેસ્ટ અને ઍન્ટાર્કટિકાનો માઉન્ટ વિન્સેન સર કરી ચૂકી છે.

