Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સિરિયલ જોવા ન મળે તો દૂધ નથી આપતી આ ભેંસ

સિરિયલ જોવા ન મળે તો દૂધ નથી આપતી આ ભેંસ

Published : 09 July, 2026 12:50 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરના માલિકોનું કહેવું છે કે આ કંઈ ભેંસ નથી, અમારી દીકરી જેવી જ છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


સોશ્યલ મીડિયામાં એક મજેદાર વિડિયો વાઇરલ થયો છે. એમાં એક ભેંસ ઘરની બહાર બનેલી ગમાણમાં ઊભી છે, પરંતુ અહીંથી મેઇન રૂમમાં ટીવી ચાલુ હોય એ દેખાય છે. માલિકોનો દાવો છે કે આ ભેંસને ટીવી જોવાની બહુ આદત છે. જો કોઈ સિરિયલ ચાલુ ન હોય તો એ દૂધ દોહવા નથી દેતી. વિડિયોમાં ભેંસ રૂમની બહાર ઊભી-ઊભી અંદર ચાલતા ટીવીમાં ખૂબ ધ્યાનથી જોઈ રહી છે. પાસે ઊભેલી મહિલા એને હટાવવાની કોશિશ કરે છે, પણ એ ટસની મસ નથી થતી. વિડિયો સાથે કૅપ્શનમાં લખ્યું છે - નો સિરિયલ, નો મિલ્ક. ટીવી બંધ થઈ જાય તો આ ભેંસ દૂધ દોહવા માટે સ્થિર ઊભી જ નથી રહેતી. તેને સ્થિર રાખવી હોય તો ટીવી ચાલુ કરવું જ પડે છે. ઘરના માલિકોનું કહેવું છે કે આ કંઈ ભેંસ નથી, અમારી દીકરી જેવી જ છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 12:50 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK