Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શ્રાદ્ધ માટેના ભોજમાં બનાવેલી દાળમાંથી નીકળી મરેલી ગરોળી, એ દાળ ખાઈને ૧૫૦ લોકો બીમાર પડ્યા

શ્રાદ્ધ માટેના ભોજમાં બનાવેલી દાળમાંથી નીકળી મરેલી ગરોળી, એ દાળ ખાઈને ૧૫૦ લોકો બીમાર પડ્યા

Published : 23 June, 2026 02:34 PM | IST | Kosi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રાદ્ધ માટેના ભોજમાં બનાવેલી દાળમાંથી નીકળી મરેલી ગરોળી, એ દાળ ખાઈને ૧૫૦ લોકો બીમાર પડ્યા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


બિહારના સુપૌલ જિલ્લામાં માનગંજમાં એક શ્રાદ્ધભોજમાં ખાવાનું ખાઈને ૧૫૦ લોકો માંદા પડ્યા હતા. છોટકેલાલ યાદવ નામના ભાઈની પત્નીના શ્રાદ્ધ નિમિત્તે તેમણે લગભગ ગામના ૫૦૦ લોકોને જમવાનું આમંત્રણ આપ્યું હતું. લોકો મરનાર વ્યક્તિના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને ભોજન કરીને રવાના થઈ રહ્યા હતા, પરંતુ એ પછી થોડા જ કલાકોમાં કેટલાક વડીલોને ચક્કર આવવા લાગ્યાં અને ગભરામણ થવાની સાથે ઊલટીઓ થવા લાગી હતી. ખાવામાં કંઈક ગરબડ તો નથીને એની તપાસ કરતાં ખબર પડી હતી કે અડધો જમણવાર પૂરો થયો એ પછી દાળના મોટા તપેલામાં એક ગરોળી પડી ગઈ હતી અને ગરમ દાળમાં એ રંધાઈને ઓગળી રહી હતી. આવી દાળ જેમણે પણ ખાધી તેમને તકલીફ થઈ હતી. લગભગ ૧૫૦ જણની તબિયત બગડી ગઈ હતી અને ૧૦૦ જેટલા લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે થોડા જ કલાકોમાં તેમની હાલતમાં સુધારો થઈ ગયો હતો અને તમામ દરદીઓ હવે ખતરાની સ્થિતિથી બહાર છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 02:34 PM IST | Kosi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK