Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગધેડાઓને બદામવાળું દૂધ અને સફરજનનો મુરબ્બો ખવડાવીને કરાચીમાં યોજાઈ ડૉન્કી-રેસ

ગધેડાઓને બદામવાળું દૂધ અને સફરજનનો મુરબ્બો ખવડાવીને કરાચીમાં યોજાઈ ડૉન્કી-રેસ

Published : 20 August, 2026 12:36 PM | IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનમાં પ્રાણીઓને લઈને જાતજાતની ઇવેન્ટ્સ થતી આવી છે. મરઘાંઓની લડાઈ, ઊંટોની રેસ, કબૂતરબાજી અને હવે ડૉન્કી-રેસ. અહીં માત્ર ડૉન્કીની નહીં, ડૉન્કી પાછળ બે વ્હીલવાળું એક ગાડું બાંધીને ડૉન્કી-રેસ થાય છે.

ગધેડાઓને બદામવાળું દૂધ અને સફરજનનો મુરબ્બો ખવડાવીને કરાચીમાં યોજાઈ ડૉન્કી-રેસ

ગધેડાઓને બદામવાળું દૂધ અને સફરજનનો મુરબ્બો ખવડાવીને કરાચીમાં યોજાઈ ડૉન્કી-રેસ


પાકિસ્તાનમાં પ્રાણીઓને લઈને જાતજાતની ઇવેન્ટ્સ થતી આવી છે. મરઘાંઓની લડાઈ, ઊંટોની રેસ, કબૂતરબાજી અને હવે ડૉન્કી-રેસ. અહીં માત્ર ડૉન્કીની નહીં, ડૉન્કી પાછળ બે વ્હીલવાળું એક ગાડું બાંધીને ડૉન્કી-રેસ થાય છે. જેમ ઘોડા પર જૉકી બેસે એમ ડૉન્કીની પાછળની કાર્ટ પર પણ જૉકી બેસે છે અને ચાબુક લઈને ગધેડાને દોડાવે છે. પાકિસ્તાનના કરાચીમાં રવિવારે સાંજે આ રેસ થઈ હતી. એમાં ગધેડા પાળનારા લોકોએ ભાગ લીધો હતો. લગભગ બે કિલોમીટર લાંબી રેસ માટે આખા રૂટ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને પછી ૨૫-૩૦ ગધેડાઓની રેસ થઈ હતી. પાકિસ્તાનના લ્યારીમાં આવી રેસ વર્ષોથી થતી આવી છે જે હવે કરાચીમાં પણ શરૂ થઈ છે. આ રેસ માટે ગધેડાઓને ન્યુટ્રિશ્યસ ફૂડ ખવડાવવામાં આવે છે. રેસમાં ભાગ લેનારા ગધેડાઓને બદામવાળું દૂધ પીવા અપાય છે અને સફરજનનો મુરબ્બો પણ ચટાડવામાં આવે છે. રેસનું આયોજન કરનારા અબ્દુલ રઝાક બલૂચનું કહેવું છે કે આ રેસનો હેતુ લોકોમાં ગર્દભપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે. પાકિસ્તાનની ઇકૉનૉમીમાં ગધેડાઓનો ખૂબ મોટો ફાળો છે. પાકિસ્તાન વર્ષેદહાડે કરોડો રૂપિયાના ગધેડા બીજા દેશોને વેચીને આવક રળે છે. આ ઇવેન્ટ ગધેડાઓનું મહત્ત્વ વધારવા માટે કરવામાં આવે છે. જોકે ત્યાંના ઍનિમલ-ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે ‘આવી રેસ ગધેડા માટે હાનિકારક છે. સ્ટ્રેસને કારણે તેમને શારીરિક અને માનસિક ઈજા થવાની સંભાવના ખૂબ ઊંચી હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 12:36 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK