Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્લેનના બાથરૂમમાં ઍથ્લીટે પાંચ કિલોમીટર રનિંગ કર્યું

પ્લેનના બાથરૂમમાં ઍથ્લીટે પાંચ કિલોમીટર રનિંગ કર્યું

Published : 07 March, 2026 03:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્લેનમાં બાથરૂમ એકદમ નાનું હોય છે, પરંતુ એમાં તેણે ગોળ-ગોળ ઘૂમીને દોડવાનું શરૂ કર્યું હતું

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


બર્લિનના ડોમ સ્ટ્રોહ નામના ઍથ્લીટે ૩૫,૦૦૦ ફુટની ઊંચાઈ પર પ્લેનના બાથરૂમમાં પાંચ કિલોમીટરનું રનિંગ કર્યું હતું. ડોમ ઍથ્લીટ હોવા ઉપરાંત કન્ટેન્ટ-ક્રીએટર પણ છે. તેણે ૧૧ કલાકની ફ્લાઇટ દરમ્યાન હવામાં પાંચ કિલોમીટરની મૅરથૉન દોડવાની ચૅલેન્જ પૂરી કરી હતી. પ્લેનમાં બાથરૂમ એકદમ નાનું હોય છે, પરંતુ એમાં તેણે ગોળ-ગોળ ઘૂમીને દોડવાનું શરૂ કર્યું હતું. જગ્યા ઓછી હોવાથી તેણે વારંવાર ટર્ન લેવો પડતો હતો એટલે તે ઘણી વાર ટૉઇલેટની સીટ પર પગ રાખીને ઘૂમતો રહ્યો. એક કલાકમાં તેણે ૫.૫૩ કિલોમીટનું અંતર દોડી નાખ્યું હતું. આ સ્ટન્ટનો તેણે વિડિયો પણ બનાવ્યો હતો. વિડિયોમાં ડિજિટલ સ્ક્રીન પર સમય અને અંતર બન્ને સાફ દેખાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK