હનુમાનજી જમીનથી ઉપર હવામાં ઊડી રહ્યા હોય. ચારેબાજુથી આ કલાકૃતિ જોતાં હનુમાનજીની આકૃતિ ઊપસે એવી ગોઠવણ કરવામાં આવી છે. આ જ મૉલમાં મોતીઓથી એક રામ દરબાર પણ સજાવવામાં આવ્યો છે. એમાં દોઢ લાખ મોતીથી બનાવેલાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજી બેઠેલાં છે.
મોતીઓથી હવામાં ઊડતા હનુમાનજી
ઝારખંડના રાયપુરમાં મૅગ્નેટો મૉલમાં દિવાળીના અવસરે હનુમાનજીની ફોર-ડાયમેન્શનવાળી મોતીની મૂર્તિની પ્રતિમા બનાવવામાં આવી છે. એમાં લગભગ ૨.૫ લાખ મોતીનો ઉપયોગ થયો છે. આ અદ્ભુત કલાકૃતિનું નિર્માણ કરતાં કલાકારોને લગભગ ૩૦૦ કલાક લાગ્યા હતા. મોતીને દોરામાં પરોવીને એની સેરને એવી રીતે ગોઠવવામાં આવી છે જાણે હનુમાનજી જમીનથી ઉપર હવામાં ઊડી રહ્યા હોય. ચારેબાજુથી આ કલાકૃતિ જોતાં હનુમાનજીની આકૃતિ ઊપસે એવી ગોઠવણ કરવામાં આવી છે. આ જ મૉલમાં મોતીઓથી એક રામ દરબાર પણ સજાવવામાં આવ્યો છે. એમાં દોઢ લાખ મોતીથી બનાવેલાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજી બેઠેલાં છે.
