Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ATM માં કૅશ લૂંટવા ગયેલા, પણ મૅનેજરની ચાલાકીને કારણે અંદર જ ફસાઈ ગયા

ATM માં કૅશ લૂંટવા ગયેલા, પણ મૅનેજરની ચાલાકીને કારણે અંદર જ ફસાઈ ગયા

Published : 30 September, 2026 02:26 PM | IST | Nagaur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્કની ઉપરના ક્વૉર્ટરમાં જ રહેતી મહિલા મૅનેજર તેના પતિને લઈને ATM પર પહોંચી ગઈ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


રાજસ્થાનના નાગૌરમાં મોડી રાતે બે ચોરો સોમવારે રાતે એક ATMમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યા. ચોરો મશીન સાથે છેડછાડ કરવા ગયા એટલે તરત જ ઈ-સર્વેલન્સ સિસ્ટમે બૅન્કની બ્રાન્ચ મૅનેજરને અલર્ટ પહોંચાડી દીધું. બૅન્કની ઉપરના ક્વૉર્ટરમાં જ રહેતી મહિલા મૅનેજર તેના પતિને લઈને ATM પર પહોંચી ગઈ. જોયું તો અંદર બે યુવાનો ATM સાથે ચેડાં કરી રહ્યા છે. જાતે વિરોધ કરીને તેમને ભાગવાનો અવસર આપવાને બદલે સમયસૂચકતા વાપરીને મૅનેજરે ATMને લૉક કરીને શટર પાડી દીધું. એ પછી પોલીસને જાણ કરી. પોલીસ આવી ત્યારે શટર ખોલીને બન્ને ચોરોને રંગેહાથ પકડી લેવામાં આવ્યા. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 02:26 PM IST | Nagaur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK