Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાછરડા અને વાછરડીનાં વૈદિક રિવાજથી થયાં લગ્ન

વાછરડા અને વાછરડીનાં વૈદિક રિવાજથી થયાં લગ્ન

Published : 08 July, 2026 01:02 PM | IST | Pali
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્ન પછી વાછરડીની વિદાય પણ કરવામાં આવી અને એ વિદાય વખતે વાછરડીના માલિકોએ આંસુ પણ સાર્યાં

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


રાજસ્થાનના પાલી જિલ્લાના બાડસા ગામમાં એક અનોખાં લગ્ન થયાં હતાં. અહીં ગામજનોએ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી એક વાછરડા અને વાછરડીનાં લગ્ન કરાવ્યાં હતાં. લગ્નનો આ ઉત્સવ ત્રણ દિવસનો હતો. પહેલા દિવસે બન્નેને એક પાટ પર બેસાડવામાં આવ્યા. બન્નેને ચૂંદડી ઓઢાડીને તિલક કરવામાં આવ્યું. એ પછી ગણેશપૂજન, પીપળા અને વડની પૂજા પણ થઈ. મહિલાઓએ લગ્નનાં મંગળ ગીતો ગાયાં અને બીજા દિવસે બૅન્ડવાજાં સાથે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી. આ ભવ્ય શોભાયાત્રામાં વાછરડો ઊંટ પર બેસીને વાછરડીને પરણવા માટે નીકળ્યો હતો. ત્રીજા દિવસે પાંચ બ્રાહ્મણોએ વેદમંત્રો ગાઈને એમને મંગળફેરા પણ ફરાવ્યા. વાછરડીને ફૂલોથી સજાવીને એના પર ઓઢણીથી સજાવવામાં આવી. લગ્ન પછી વાછરડીની વિદાય પણ કરવામાં આવી અને એ વિદાય વખતે વાછરડીના માલિકોએ આંસુ પણ સાર્યાં.



લગ્નમાં કન્યાદાન તરીકે ગામલોકોએ એકત્ર કરેલી રકમ ગામની ગૌશાળા માટે દાનમાં આપી દેવામાં આવી. આ પૈસાનો ઉપયોગ ગાયોની સેવા, સંરક્ષણ અને ખાવાપીવાની વ્યવસ્થા માટે કરવામાં આવશે. વાછરડા અને વાછરડીનાં લગ્ન કરાવવા પાછળ કોઈ પરંપરા નહોતી. ગૌસંરક્ષણની સંસ્કૃતિ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત થાય એ માટે આ ત્રણ દિવસનો લગ્નસમારંભ રંગેચંગે ઊજવવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 01:02 PM IST | Pali | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK