Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકામાં ૭૦,૦૦૦ ડ્રોનથી એરિયલ શોનો રેકૉર્ડ બન્યો

અમેરિકામાં ૭૦,૦૦૦ ડ્રોનથી એરિયલ શોનો રેકૉર્ડ બન્યો

Published : 08 October, 2026 12:51 PM | IST | Texas
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના ટેક્સસ રાજ્યના બ્લુ રિજ શહેરમાં લગભગ ૩ રાતથી રોજેરોજ કમાલનો એરિયલ શો થઈ રહ્યો છે.

અમેરિકામાં દામોદા નામની ડ્રોન બનાવતી કંપનીએ ચીનની સ્કાય એલિમેન્ટ્સ ડ્રોન શો નામની ઇવેન્ટ કંપની સાથે મળીને લગાતાર ૩ દિવસ આ કાર્યક્રમ યોજ્યો હતો

અજબ ગજબ

અમેરિકામાં દામોદા નામની ડ્રોન બનાવતી કંપનીએ ચીનની સ્કાય એલિમેન્ટ્સ ડ્રોન શો નામની ઇવેન્ટ કંપની સાથે મળીને લગાતાર ૩ દિવસ આ કાર્યક્રમ યોજ્યો હતો


અમેરિકાના ટેક્સસ રાજ્યના બ્લુ રિજ શહેરમાં લગભગ ૩ રાતથી રોજેરોજ કમાલનો એરિયલ શો થઈ રહ્યો છે. એમાં ૭૦,૦૦૦થી વધુ ડ્રોનથી આકાશમાં અલગ-અલગ શેપ રચવામાં આવે છે. અમેરિકામાં દામોદા નામની ડ્રોન બનાવતી કંપનીએ ચીનની સ્કાય એલિમેન્ટ્સ ડ્રોન શો નામની ઇવેન્ટ કંપની સાથે મળીને લગાતાર ૩ દિવસ આ કાર્યક્રમ યોજ્યો હતો. એમાં એકસાથે સૌથી વધુ મલ્ટિરોટર ડ્રોન્સ લૉન્ચ કરવાનો રેકૉર્ડ બન્યો હતો. કંપનીએ એકસાથે ૭૧,૨૦૭ ડ્રોન લૉન્ચ કર્યાં હતાં. આ પહેલાંનો રેકૉર્ડ ૫૫,૯૩૯ ડ્રોનનો હતો. આ શોમાં અલગ-અલગ પ્રાણીઓના ચહેરા આકાશમાં બનાવવામાં આવ્યા હતા. લાયન અને ડ્રૅગન એમાં સૌથી જાયન્ટ હતા. આ પ્રયોગ ઓછી વસ્તી ધરાવતા જાયન્ટ ફાર્મમાંથી કરવામાં આવ્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સના નિર્ણાયકો આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે રેકૉર્ડની પુષ્ટિ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 12:51 PM IST | Texas | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK