જોકે એક વર્ષ ત્રણ મહિનાની આ બાળકી એટલી કુપોષિત હતી કે તેનું વજન માત્ર ૩.૭ કિલો હતું
દિવ્યાંશી નામની બાળકી
મધ્ય પ્રદેશના શિવપુરીમાં હાડકાં પર ચોંટેલી ચામડી અને બહાર નીકળી ગયેલી આંખોવાળી દિવ્યાંશી નામની બાળકી વિશે જ્યારે ગામના આશા વર્કરોને ખબર પડી એટલે તેઓ તરત જ બાળકીને નજીકના દવાખાને સારવાર કરાવવા લઈ ગયા હતા. જોકે એક વર્ષ ત્રણ મહિનાની આ બાળકી એટલી કુપોષિત હતી કે તેનું વજન માત્ર ૩.૭ કિલો હતું. સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેનું વજન અઢીથી ત્રણ કિલો જેટલું હોય છે, જ્યારે સવા વર્ષની દિવ્યાંશીનું વજન માત્ર ૩.૭ કિલો હતું. તેની મમ્મી ખુશ્બૂનું કહેવું હતું કે દીકરીને ખૂબ ઝાડા થઈ ગયા હોવાથી તેના પેટમાં કંઈ ટકતું નહોતું. એક તો દીકરી અને ઉપરથી માંદી રહેતી હોવાથી તેની સાસુ ત્રાસ આપતી હતી. દીકરી માંદી હોવાથી સાસુ ખુશ્બૂને મારતી હતી. આશા વર્કરોએ દીકરીની સારવાર શરૂ કરાવી હતી, પરંતુ અત્યંત કુપોષિત હોવાથી બચાવી શક્યા નહોતા.

