રીલ્સ અને શૉર્ટ વિડિયો અને સતત સ્માર્ટફોનનું સ્ક્રોલિંગ વધી રહ્યું છે ત્યારે સિંગાપોરની સરકારે લોકોને વાંચન તરફ વાળવા માટે અનોખી સ્કીમ બહાર પાડી છે. અહીં સરકારે નાગરિકો વાંચન વધારે એ માટે ડિજિટલ કૉઇન્સ આપી રહી છે.
સિંગાપોરમાં રોજ ૧૫ મિનિટ પુસ્તક વાંચવાના પૈસા આપે છે સરકાર
રીલ્સ અને શૉર્ટ વિડિયો અને સતત સ્માર્ટફોનનું સ્ક્રોલિંગ વધી રહ્યું છે ત્યારે સિંગાપોરની સરકારે લોકોને વાંચન તરફ વાળવા માટે અનોખી સ્કીમ બહાર પાડી છે. અહીં સરકારે નાગરિકો વાંચન વધારે એ માટે ડિજિટલ કૉઇન્સ આપી રહી છે. પાંચ વર્ષ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં માત્ર લોકોને પુસ્તકો તરફ વાળવાનો જ આશય નથી, સ્ક્રીનના વળગણથી દૂર કરીને કંઈક ઊંડા વિચાર સાથે જોડવાનો પ્રયાસ પણ છે. નૅશનલ લાઇબ્રેરી બોર્ડે શરૂ કરેલા પાંચ વર્ષના રીડિંગ પ્રોજેક્ટમાં લોકો કેટલું વાંચે છે એનો ડેટા સરકારી પોર્ટલ પર નોંધવાથી રિવૉર્ડ મળે એવી સિસ્ટમ ડેવલપ કરી છે. ૫૦ દિવસ સુધી રોજ ૧૫ મિનિટ પુસ્તક વાંચવા પર રીડરને ૧ સિંગાપોર ડૉલર આપવામાં આવશે. ૧૫ મિનિટથી વધુ વાંચવા પર ૨૦ વર્ચ્યુઅલ કૉઇન્સ મળે છે અને ૧૦૦૦ વર્ચ્યુઅલ કૉઇન્સ પૂરા થાય એટલે ૧ ડૉલર મળે છે. જોકે એક દિવસમાં એક જ સેશનમાં ૧૫ મિનિટનું વાંચન થયેલું હોવું જોઈએ. લોકો સતત ૧૫ મિનિટ સુધી પુસ્તકમાં ધ્યાન ચોંટાડી શકે અને અટેન્શન-સ્પૅન વધે એ માટે આ મર્યાદા બાંધવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે નાગરિકો સાથે મળીને ૭૫ લાખ કલાક વાંચન કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
