Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૉમેડિયન ગૌરવ ગુપ્તાએ પાકિસ્તાની દર્શકને કહ્યું `હનુમાન ચાલીસા વાંચ`, અને પછી...

કૉમેડિયન ગૌરવ ગુપ્તાએ પાકિસ્તાની દર્શકને કહ્યું `હનુમાન ચાલીસા વાંચ`, અને પછી...

Published : 02 June, 2025 03:13 PM | Modified : 03 June, 2025 06:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Stand Up Comedian Gaurav Gupta roasts Pakistani attendee: કૉમેડિયન ગૌરવ ગુપ્તાના યુએસ, કેનેડા, યુકે પ્રવાસના એક શોની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તેના શોમાં આવેલા પાકિસ્તાનના એક દર્શકને જોરદાર રોસ્ટ કર્યો હતો. તેને કહ્યું કે...

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


કૉમેડિયન ગૌરવ ગુપ્તાના યુએસ, કેનેડા, યુકે પ્રવાસના એક શોની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં તેના શોમાં આવેલા પાકિસ્તાનના એક દર્શકને જોરદાર રોસ્ટ કર્યો હતો. ગૌરવે સંકેત આપ્યો હતો કે પાકિસ્તાનીઓને કાશ્મીર નહીં મળે. એટલું જ નહીં, ગૌરવે હસન નામના પાકિસ્તાનીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવ વચ્ચે, આ ક્લિપ માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ પાકિસ્તાનના કેટલાક લોકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે.


જ્યારે ખબર પડી કે પ્રેક્ષકો પાકિસ્તાની હતા
ક્લિપમાં, ગૌરવને શોની વચ્ચે ખબર પડે છે કે પાકિસ્તાનથી કોઈ તેના પ્રેક્ષકોમાં આવ્યું છે. તે પૂછે છે, `શું પાકિસ્તાનીઓ પણ આવ્યા છે?` જ્યારે ભારતીયો બૂમો પાડવાનું શરૂ કરે છે ત્યારે ગૌરવ પાકિસ્તાની પ્રેક્ષકો સાથે વાત કરી રહ્યો છે. પ્રેક્ષકોમાંથી કોઈ `સિંદૂર` કહે છે. ગૌરવ કોઈ પણ પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યા વિના, ભારતના લોકો સાથે વાત કરે છે. આ પછી, તે પાકિસ્તાની પ્રેક્ષકોને કહે છે, `ભાઈ, તમારી પાસે અહીં આવવાની ખૂબ હિંમત છે.` પછી તે મજાકમાં કહે છે, `કલાકાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તો કોઈ વાંધો નથી, પ્રેક્ષકોને તો બધુ બોલવાની મંજૂરી છે.`




ચાલ હનુમાન ચાલીસા વાંચ
આ પછી ગૌરવ તેને કહે છે, `ચાલ, તું હનુમાન ચાલીસા વાંચ.` આ પછી ગૌરવ તેનું નામ પૂછે છે. દર્શક કહે છે, તેનું નામે `હસન` છે. પછી ગૌરવ કહે છે, `કોડ નામ?` ગૌરવ હસનને પૂછે છે કે શું તે પણ આ જોક્સ સમજે છે, શું પાકિસ્તાનમાં પણ બાનિયા છે? હસન જવાબ આપે છે, `હું બધું સમજું છું.` ત્યારબાદ ગૌરવ કહે છે, `તો તમે નથી સમજતા કે તમને કાશ્મીર નહીં મળે. આટલા વર્ષોથી અમે કહી રહ્યા છીએ, તમને નહીં મળે, તમને નહીં મળે, તેના પછી પણ તમે અસફળ પ્રયાસો કરતાં રહો છો`


સોશિયલ મીડિયા પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર આ ક્લિપને ખૂબ પ્રતિક્રિયા મળી હતી. એકે લખ્યું છે કે ત્યાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત પણ તમે પ્રેક્ષકોને સારી રીતે સંભાળ્યા. એકે લખ્યું છે કે, `હનુમાન ચાલીસા વાંચો` તે બહુ એપિક હતું. એકે લખ્યું છે કે, બિનોદ જોઈ રહ્યો છે, તમે અભદ્ર વાતો ન કહીને અભદ્ર વર્તન કરી રહ્યા છો. એકે લખ્યું છે કે, `હું પાકિસ્તાનથી છું અને હું પુષ્ટિ કરી શકું છું કે અહીં ઘણા બધા વાણિયા છે. મને રોસ્ટ ખૂબ ગમ્યો, કૃપા કરીને વધુ કરો.` તે જ સમયે, કેટલાક પાકિસ્તાની લોકો પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK