મેડિકલ કૉલેજના ડૉક્ટરોનું કહેવું હતું કે નવજાતના માથામાંથી ઘણું માંસ કૂતરો ખાઈ ગયો હોવા છતાં બાળક જીવતું હતું. આ કોઈ ચમત્કારથી કમ નથી.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં હૃદય બેસી જાય એવી એક ઘટના ઘટી છે. એકતા નામની મહિલાએ દીકરાને જન્મ આપ્યો હતો. તેને દૂધ પીવડાવી ખાટલા પર સુવડાવીને મહિલા ઘરની બહાર કપડાં ધોવા જતી રહી હતી. ઘરમાં કોઈ નહોતું અને બાળક સૂતું હતું એટલે એકતા નચિંત હતી. જોકે અચાનક જ તેને ઘરમાંથી બાળકના રડવાના અવાજની સાથે કૂતરાના ભસવાનો પણ અવાજ સંભળાવા લાગ્યો. તે દોડીને અંદર ગઈ તો ખુલ્લા દરવાજામાંથી એક શેરી કૂતરો ઘરમાં ઘૂસી ગયેલો અને એણે માત્ર ૭ દિવસના નવજાત બાળક પર હુમલો કરીને તેના માથાનો અડધો હિસ્સો કાઢી નાખ્યો હતો. તરત જ એકતાએ કૂતરાને ભગાડ્યો અને ત્યાં સુધીમાં તો પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા. પરિવારજનો તરત જ બાળકને મેડિકલ કૉલેજમાં લઈ ગયા હતા, પરંતુ બાળકની હાલત ગંભીર હોવાથી તેને પ્રયાગરાજની મોટી હૉસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું. મેડિકલ કૉલેજના ડૉક્ટરોનું કહેવું હતું કે નવજાતના માથામાંથી ઘણું માંસ કૂતરો ખાઈ ગયો હોવા છતાં બાળક જીવતું હતું. આ કોઈ ચમત્કારથી કમ નથી.

