પ્રતિભાશાળી ડૉગીઓ લગભગ ૧૦ જેટલાં તથા વ્હિસ્કી નામનો ડૉગી ૫૯માંથી ૫૪ રમકડાંનાં નામ યાદ રાખવામાં સફળ રહ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
ડૉગીઓ સામાન્ય રીતે એના માલિકોનું ધ્યાન આકર્ષિત કરવા પોતાનું માથું એક તરફ ઝુકાવીને લાડ કરતા હોય છે. માલિકો પણ ડૉગીની આ હરકત પર વારી જતા હોય છે. ડૉગીઓની આ હરકત સામાન્ય રીતે તેમની કોઈ મૂંઝવણ કે ઉત્સુકતા ગણાય છે. જોકે હાલમાં ઇઓટ્વોસ લૉરેન્ડ યુનિવર્સિટીની પોસ્ટ ડૉક્ટરલ ફેલો ઍન્ડ્રિયા સોમેસે સંશોધકોની ટીમ સાથે મળીને ડૉગીઓની આ ચેષ્ટા પર સંશોધન કરીને એનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે. એ માટે તેમણે વિવિધ રમકડાનાં નામ યાદ રાખી કે શીખી શકે એવા પ્રતિભાશાળી ડૉગીઓના એક જૂથ પર પ્રયોગ કર્યો હતો.
આ પણ વાંચો: ડૉગી સમજ્યા હતા, નીકળ્યો રીંછ...
ADVERTISEMENT
મોટા ભાગના ડૉગી માત્ર બે કે ત્રણ રમકડાંનાં નામ યાદ રાખી શકતા હોય છે, પરંતુ આ પ્રતિભાશાળી ડૉગીઓ લગભગ ૧૦ જેટલાં તથા વ્હિસ્કી નામનો ડૉગી ૫૯માંથી ૫૪ રમકડાંનાં નામ યાદ રાખવામાં સફળ રહ્યો હતો. એના પરથી આ સંશોધકો એવા તારણ પર આવ્યા હતા કે ડૉગીઓ એકાગ્ર થઈને ચીજો યાદ કરવાના પ્રયાસમાં તેમનું માથું એક તરફ નમાવતા હોય છે. આવા ડૉગીઓ તેમના માલિકે તેમને બીજી રૂમમાં રાખ્યા હોય તો પણ ઇચ્છિત રમકડું શોધીને લાવી શકે છે.

