Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કેદ ઠગે કેરલાના CMને પત્ર લખીને વાયનાડ આફત માટે ૧૫ કરોડ રૂપિયા આપવાની ઓફર કરી

કેદ ઠગે કેરલાના CMને પત્ર લખીને વાયનાડ આફત માટે ૧૫ કરોડ રૂપિયા આપવાની ઓફર કરી

10 August, 2024 02:18 PM IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુકેશે પત્રમાં લખ્યું છે કે ‘મારા ફાઉન્ડેશન વતીથી મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે ૧૫ કરોડ રૂપિયાનું યોગદાન આપવા વિનંતી કરું છું

‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખર

અજબગજબ

‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખર


વાયનાડની કુદરતી આફતમાં મદદ કરવા માટે ‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખરે ઑફર કરી છે. મંડોલી જેલમાં પુરાયેલા સુકેશે એ માટે મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયનને પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી આપત્તિ રાહત ભંડોળમાં ૧૫ કરોડ રૂપિયાનું યોગદાન સ્વીકારવા વિનંતી કરી છે. કુદરતી આફતથી ‘અત્યંત દુખી’ થયેલા સુકેશે જરૂર ટાણે મદદ કરવાની ઇચ્છા દર્શાવી છે. તેના વકીલ અનંત મલિકાએ પત્રની વાતને સમર્થન આપ્યું છે. સુકેશે પત્રમાં લખ્યું છે કે ‘મારા ફાઉન્ડેશન વતીથી મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે ૧૫ કરોડ રૂપિયાનું યોગદાન આપવા વિનંતી કરું છું. એ ઉપરાંત અસરગ્રસ્તો માટે તાત્કાલિક ધોરણે ૩૦૦ મકાન બનાવવા માટે પણ યોગદાન આપવાનું વચન આપું છું.’ જોકે કેરલા સરકારે હજી સુધી પત્રનો પ્રત્યુત્તર આપ્યો નથી.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2024 02:18 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK