Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પૂજા કર્યા પછી પૂજાપાની સાથે બે લાખ રૂપિયા પણ ભૂલથી નદીમાં વહાવી દીધા

પૂજા કર્યા પછી પૂજાપાની સાથે બે લાખ રૂપિયા પણ ભૂલથી નદીમાં વહાવી દીધા

Published : 09 March, 2026 03:02 PM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતના પૂના રોડ પાસે એક પરિવારે પૂજા કર્યા પછી પ્રસાદ અને પૂજાપાની સાથે બે લાખ રૂપિયાની નોટોની થોકડી ભૂલથી પાણીમાં વહાવી દીધી હતી. ગનીમત એ રહી કે પરિવારને આ બાબતે ખબર પડતાં જ સ્થાનિક ફાયર-સ્ટેશનને સૂચિત કર્યું હતું.

પૂજા કર્યા પછી પૂજાપાની સાથે બે લાખ રૂપિયા પણ ભૂલથી નદીમાં વહાવી દીધા

પૂજા કર્યા પછી પૂજાપાની સાથે બે લાખ રૂપિયા પણ ભૂલથી નદીમાં વહાવી દીધા


સુરતના પૂના રોડ પાસે એક પરિવારે પૂજા કર્યા પછી પ્રસાદ અને પૂજાપાની સાથે બે લાખ રૂપિયાની નોટોની થોકડી ભૂલથી પાણીમાં વહાવી દીધી હતી. ગનીમત એ રહી કે પરિવારને આ બાબતે ખબર પડતાં જ સ્થાનિક ફાયર-સ્ટેશનને સૂચિત કર્યું હતું. બચાવદળોની એક ટીમે સ્વિમરોની એક ટુકડીને પાણીમાં મોકલી હતી. પૂના રોડ પર નિજાનંદ સોસાયટીમાં રહેતા લિમ્બા પરિવારે થોડા દિવસ પહેલાં તેમના ઘરે ધાર્મિક અનુષ્ઠાન કરાવેલું. પૂજા પૂરી થયા પછી અનુષ્ઠાનમાં વપરાયેલો પૂજાપા અને ફૂલો તિજોરીમાં એક ખૂણે રાખ્યાં હતાં. પરિવારના સદસ્યોએ પૂજા સંપન્ન થયાના થોડા દિવસ પછી થેલીમાં રાખેલા સામાનને પૂના રોડ પાસેની નહેરમાં વિસર્જિત કરી દીધો હતો. જોકે ઘરે જઈને તિજોરી તપાસતાં ખબર પડી કે પૂજાપાની સાથે બે લાખ રૂપિયા પણ એ થેલીમાં પાણીમાં વહી ગયા છે. તરત જ ફાયર-બ્રિગેડને સંપર્ક કરતાં તરવૈયાઓની ટીમને પાણીમાં ઉતારવામાં આવી હતી. પાણીનું વહેણ ખૂબ જોરદાર હોવાથી તરવૈયાઓએ દૂર સુધી તપાસ કરવી પડી હતી. રૂપિયાની થોકડી પ્લાસ્ટિકની થેલીમાં હતી એટલે થોડા જ કલાકોની શોધમાં પ૦૦ રૂપિયાની ૪ થોકડીઓ સહીસલામત મળી ગઈ હતી. ફાયર-બ્રિગેડના માર્શલોએ એ રકમ લિમ્બા પરિવારને પાછી આપી દીધી હતી. જોકે આ સર્ચ-ઑપરેશન દરમ્યાન પાણીમાં નાખેલા કાચને કારણે બે તરવૈયાઓ ઘાયલ થયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 03:02 PM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK