દુલ્હન સોળે શણગાર સજીને ઘોડી પર બેસીને વાજતે-ગાજતે પરણવા ઊપડી એ જોઈને ઉજ્જૈનનગરીમાં કુતૂહલનો માહોલ જામ્યો હતો.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક અનોખાં લગ્ન જોવા મળ્યાં હતાં. ભારતમાં સામાન્ય રીતે દુલ્હો ઘોડીએ ચડીને જાન લઈને દુલ્હનને ત્યાં પરણવા જાય છે, પરંતુ બાબા મહાકાલની નગરીમાં એક દુલ્હન અલગ ચીલો ચાતરતી જોવા મળી હતી. અમદાવાદની ક્લાસ-વન અધિકારી અપૂર્વા ઓઝા તેનાં લગ્ન માટે ઉજ્જૈનની એક હોટેલમાંથી ઘોડી પર બેસીને દુલ્હાને ત્યાં લગ્ન કરવા પહોંચી હતી. રાજસ્થાનમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજમાં દુલ્હન કી બંદોલી નામની અનોખી પરંપરામાં પણ આવું જ થાય છે. દુલ્હન સોળે શણગાર સજીને ઘોડી પર બેસીને વાજતે-ગાજતે પરણવા ઊપડી એ જોઈને ઉજ્જૈનનગરીમાં કુતૂહલનો માહોલ જામ્યો હતો.


