Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વજન ઘટાડવા માટે પ્લાસ્ટિકના કોળિયા ભરવાનો ટ્રેન્ડ વાઇરલ

વજન ઘટાડવા માટે પ્લાસ્ટિકના કોળિયા ભરવાનો ટ્રેન્ડ વાઇરલ

Published : 22 February, 2026 02:52 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવા અખતરાથી ભૂખ પણ ઓછી લાગતી હોવાનો દાવો થઈ રહ્યો છે.

વાઇરલ તસવીર

વાઇરલ તસવીર


સોશ્યલ મીડિયામાં લોકો સ્માર્ટ ટ્રિક્સ અને વેઇટલૉસ માટેના અજીબ નુસખાઓ અપનાવતા રહે છે. જોકે તાજેતરમાં એક એવો વિચિત્ર વેઇટલૉસ ટ્રેન્ડ શરૂ થયો છે જે વિચારવા મજબૂર કરી દે છે કે ખરેખર લોકો આટલા અણસમજુ હોય છે? દાવો કરવામાં આવે છે કે પ્લાસ્ટિકમાં કોળિયો ભરીને ચાવવાથી ખાવા જેવો જ સંતોષ મળે છે. આ ટ્રેન્ડમાં શું કરવામાં આવે છે એ જાણશો તો હજી નવાઈ લાગશે. એમાં પ્લાસ્ટિકની શીટ મોં પર મૂકવાની. મોં ખોલીને એ શીટ પર તમારા મનગમતા ખોરાકનો કોળિયો મૂકવાનો. પછી એ પ્લાસ્ટિકની સાથે જ એ કોળિયાને મોંમાં મમળાવવાનો. એ પછી પ્લાસ્ટિક સાથે જ એ કોળિયો થૂંકી નાખવાનો. એમ કરવાથી તમે ખાધું એવો સંદેશો તમારા દિમાગ સુધી પહોંચે છે અને પેટ ભરાઈ ગયું હોવાનું ફીલ થાય છે. જોકે એક પણ કૅલરી હકીકતમાં શરીરની અંદર જતી નથી. 

આવા અખતરાથી ભૂખ પણ ઓછી લાગતી હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે સ્વાસ્થ્યના નિષ્ણાતોનું માનવું છે કે વૈજ્ઞાનિક રીતે આ શરીર માટે ફાયદાને બદલે નુકસાન વધુ કરે છે. એનાથી વજન ઘટતું હોય એવો ભ્રમ થાય છે, પરંતુ હકીકતમાં શરીર કુપોષિત રહી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 02:52 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK