ઓડિશાના મિનિએચર આર્ટિસ્ટ કે. બિજયકુમાર રેડ્ડીએ ૧.૧૩ મિલીમીટરની લાકડાની ચમચી બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.
આ ચમચી એટલી સૂક્ષ્મ છે કે એને સોયના કાણામાંથી પણ આરપાર કરી શકાય એમ છે
ઓડિશાના મિનિએચર આર્ટિસ્ટ કે. બિજયકુમાર રેડ્ડીએ ૧.૧૩ મિલીમીટરની લાકડાની ચમચી બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ ચમચી એટલી સૂક્ષ્મ છે કે એને સોયના કાણામાંથી પણ આરપાર કરી શકાય એમ છે. આ પહેલાં ૧.૪ મિલીમીટરની લાકડાની ચમચી સૌથી ટચૂકડી હતી. બિજય રેડ્ડી ઓડિશાના ચૉક-આર્ટિસ્ટ તરીકે જાણીતા છે. તેમણે ચપ્પુ અને સોય જેવાં સાધનોની મદદથી લાકડીના એક ટુકડામાંથી આ ચમચી બનાવી હતી. એ માટે તેમને મહિનાઓની મહેનત લાગી હતી.


