Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’

ગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’

29 November, 2021 05:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક નેટિઝન્સ જૂસના આ ફ્યુઝનથી પ્રભાવિત થયા છે તો વળી કેટલાક શેરડીના રસ સાથે કરાયેલા અખતરાના આંચકાને સહન કરવા તૈયાર નથી. 

ગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’

ગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’


ઉનાળાના દિવસો હોય અને ધોમધખતો તડકો પડતો હોય ત્યારે રસ્તા પરથી પસાર થતાં જો શેરડીના રસની દુકાન જોવા મળે તો ૧૦૦માંથી ૯૯ વ્યક્તિના પગ વગર કહ્યે કે વગર વિચાર્યે એ તરફ વળી જશે. 
કોરોનાકાળમાં જ્યારે ખાણી-પીણીની બધી ડિશ સાથે ચેડાં થઈ ચૂક્યાં છે ત્યારે શેરડીનો રસ કેમ પાછળ રહી જાય? ગાઝિયાબાદમાં એક સ્ટ્રીટ વેન્ડર શેરડીનો રસ કાંઈક અલગ અંદાજમાં વેચી રહ્યો છે. ફૂડ-બ્લૉગર વિશાલે આ સ્ટ્રીટ વેન્ડરના સ્ટૉલનો વિડિયો શૅર કર્યો છે જેમાં તે મશીનમાં શેરડીનો રસ કાઢે છે અને એની સાથે થોડો ફુદીનો પણ પીસે છે. બીજી તરફ બીટરૂટ છોલીને એની પ્યૉરી તૈયાર કરે છે અને હૉસ્પિટલમાં કે બ્લડ બૅન્કમાં જે પાઉચમાં બ્લડ મળે છે એમાં શેરડીનો રસ અને બીટરૂટનો વિશિષ્ટ રીતે મિક્સ કરેલો ‘ખૂની ગન્ને કા જૂસ’ ભરીને પીવા આપે છે. માત્ર ૨૨ કલાક પહેલાં પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધી ૭૪,૦૦૦ વ્યુઝ મળ્યા છે. કેટલાક નેટિઝન્સ જૂસના આ ફ્યુઝનથી પ્રભાવિત થયા છે તો વળી કેટલાક શેરડીના રસ સાથે કરાયેલા અખતરાના આંચકાને સહન કરવા તૈયાર નથી. 


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2021 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK