મે-જૂનની ગરમીમાં જ્યારે પારો ૪૦ ડિગ્રીએ હોય ત્યારે સંતલાલ ધાબળો કે રજાઈ ઓઢીને ફરે છે કેમ કે તેમનું શરીર ઠંડીથી ધ્રૂજતું હોય છે.
સંતલાલ છાવરિયા
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં રહેતા સંતલાલ છાવરિયા નામના લગભગ ૬૦ વર્ષના ભાઈ દુનિયાના એવા અનોખા માણસ છે કે તેમનું શરીર પ્રકૃતિના નિયમથી ઊંધું ચાલે છે. જ્યારે જગત આખું પસીનાથી રેબઝેબ થતું હોય ત્યારે તેમને જાણે શિયાળાની કડકડતી ઠંડી હોય એવી ધ્રુજારી થાય છે અને શિયાળાની હાડ થિજાવી દેતી ટાઢમાં ભયંકર ગરમી મહેસૂસ થાય છે. સંતલાલને આવું કેમ થાય છે એ હજી વિજ્ઞાન પણ શોધી નથી શક્યું.
મે-જૂનની ગરમીમાં જ્યારે પારો ૪૦ ડિગ્રીએ હોય ત્યારે સંતલાલ ધાબળો કે રજાઈ ઓઢીને ફરે છે કેમ કે તેમનું શરીર ઠંડીથી ધ્રૂજતું હોય છે. જ્યારે ડિસેમ્બર-જાન્યુઆરીની ઠંડી હોય અને તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી પણ ઘટી ગયું હોય ત્યારે તેમનું શરીર તપવા લાગે છે. તેમને ભયંકર પસીનો છૂટે છે અને શરીરને ઠંડું રાખવા તેઓ દિવસમાં ત્રણથી ચાર વાર ઠંડા પાણીએ નહાય છે. શરીરને રાહત આપવા તેઓ બરફના ટુકડા હાથમાં લઈને શરીર પર લગાવે છે. સંતલાલની શારીરિક સ્થિતિની તપાસ માટે અમેરિકા અને લંડનથી પણ ડૉક્ટરો આવી ગયા છે, પણ તેમના શરીરમાં કોઈ બીમારી હજી પકડાઈ નથી.
