તેમણે રામાયણના સારને માત્ર ૨૪ શબ્દોમાં લખીને તેમના નામે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ નોંધાવ્યો છે.
શિવકુમાર પાંડે
આખું રામાયણ વાંચવું હોય તો દિવસ અને રાત પણ ઓછા પડે, જોકે એનો સાર જો થોડા શબ્દોમાં મળી જાય તો? એવું શક્ય છે. ઝારખંડના સાહિત્યકાર શિવકુમાર પાંડેએ એવું શક્ય બનાવ્યું છે. તેમણે સાહિત્યજગતને હેરતમાં નાખી દીધું છે. તેમણે રામાયણના સારને માત્ર ૨૪ શબ્દોમાં લખીને તેમના નામે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ નોંધાવ્યો છે. તેમની આ રચના ચોસઠવાલી ૨૪ શબ્દીય અંતાક્ષરી રામાયણના નામે જાણીતી છે. આની ખાસિયત એ છે કે તેના દરેક શબ્દનો અંતિમ અક્ષર નેક્સ્ટ શબ્દની શરૂઆત બને છે. મતલબ કે આખી રામકથા એક શબ્દશૃંખલામાં સમેટાઈ જાય છે. તેમનો દાવો છે કે આ પ્રકારે કોઈ મહાગ્રંથનો સાર આટલા ટૂંકાણમાં શૃંખલાશૈલી સાથે પહેલી વાર કહેવાયો છે.
