Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશમાં શિવલિંગને માથું ઘસતો વાઘ દેખાયો

મધ્ય પ્રદેશમાં શિવલિંગને માથું ઘસતો વાઘ દેખાયો

Published : 22 February, 2026 02:45 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાઘ માનવવસ્તીની આટલે નજીક આવી ગયો છે ત્યારે એ ગામમાં ઘૂસી ન આવે એનું ધ્યાન રાખવું જરૂરી છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મધ્ય પ્રદેશના કટનીમાં જંગલ પાસેના એક શિવમંદિરમાં શિવલિંગ પર માથું રગડતા વાઘનો વિડિયો વાઇરલ થયો છે. એ જોઈને લોકો એને ખૂંખાર પ્રાણીની પ્રભુ પ્રત્યેની આસ્થા તરીકે જોઈ રહ્યા છે. લોકો એને ચમત્કાર અને આસ્થાથી જુએ છે. જોકે વનવિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રાણીઓનું સ્વાભાવિક વર્તન છે. કટની જિલ્લાના સડાર ગામ પાસે જંગલમાં એક પ્રાચીન શિવમંદિર સ્થાપેલું છે. એક વાઘ રાતના સમયે મંદિરમાં જાય છે અને ક્યાંય સુધી પોતાનું માથું અને જીભ શિવલિંગ સાથે ઘસે છે અને પછી શાંતિથી ત્યાંથી જતો રહે છે. આ ઘટના પછી વનવિભાગે ગામના લોકોને અલર્ટ કરી દીધા હતા. તેમનું કહેવું છે કે વાઘ માનવવસ્તીની આટલે નજીક આવી ગયો છે ત્યારે એ ગામમાં ઘૂસી ન આવે એનું ધ્યાન રાખવું જરૂરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 02:45 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK