Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બિઅર પીવા જાઓ તો આ બારમાં જૂતું ગિરવી રાખવું પડે છે

બિઅર પીવા જાઓ તો આ બારમાં જૂતું ગિરવી રાખવું પડે છે

Published : 09 May, 2026 01:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અનોખા નિયમને કારણે ટૂરિસ્ટોમાં આ બાર ખૂબ ફેમસ થઈ ગયો છે.

બિઅર પીવા જાઓ તો આ બારમાં જૂતું ગિરવી રાખવું પડે છે

અજબગજબ

બિઅર પીવા જાઓ તો આ બારમાં જૂતું ગિરવી રાખવું પડે છે


બેલ્જિયમના ગૅન્ટ શહેરમાં એક એવો બાર છે જ્યાં બિઅર પીવા જતા હો તો કસ્ટમરે પોતાનું એક જૂતું બારના કાઉન્ટર પર જમા કરાવી દેવું પડે છે. એ જૂતું છત પર લટકતી ટોકરીમાં મૂકી દેવામાં આવે છે. ડુલ્લે ગ્રિએટ નામના આ બારમાં બિઅર ક્વાક નામના એક ખાસ ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે. આ ગ્લાસનો બેઝ ગોળ હોય છે એટલે એને ખાસ લાકડાના સ્ટૅન્ડ પર ગોઠવવો પડે છે. જો આ ગ્લાસ સીધો ટેબલ પર મૂકો તો એ ઢળી પડે છે અને જો ગ્લાસ હાથથી છૂટી જાય તો નુકસાન થઈ શકે છે. આ ગ્લાસ ખૂબ મોંઘો છે. એક ગ્લાસની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા જેટલી હોય છે. જે કસ્ટમર ૧.૨ લીટર બિઅર પીધા પછી એ ગ્લાસ સહીસલામત પાછો જમા કરાવે છે તેને જ તેનું ગિરવી મૂકેલું જૂતું પાછું મળે છે. આ અનોખા નિયમને કારણે ટૂરિસ્ટોમાં આ બાર ખૂબ ફેમસ થઈ ગયો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK