Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસિયતનામું બનાવવા જ્યાં પ્રૉપર્ટી હોય ત્યાં સુધી હવે લાંબા નહીં થવું પડે

વસિયતનામું બનાવવા જ્યાં પ્રૉપર્ટી હોય ત્યાં સુધી હવે લાંબા નહીં થવું પડે

Published : 09 May, 2026 09:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં માત્ર ૧૦૦ રૂપિયામાં થશે વસિયતનામાની નોંધણી...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


મહારાષ્ટ્ર સરકારે મિલકતની વહેંચણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે એક ઐતિહાસિક સુધારો કર્યો છે. નવા નિયમ મુજબ હવે રાજ્યનો કોઈ પણ નાગરિક પોતાના વસિયતનામાની રાજ્યની કોઈ પણ સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં માત્ર ૧૦૦ રૂપિયાના નજીવા દરે નોંધણી કરાવી શકશે.
 
અગાઉ મિલકત જે વિસ્તારમાં હોય ત્યાં જ નોંધણી કરાવવી પડતી હતી, પરંતુ હવે નાગરિક પોતાની સુવિધા મુજબ રાજ્યની કોઈ પણ સબ-રજિસ્ટ્રાર ઑફિસ પસંદ કરી શકશે. સામાન્ય નાગરિક પરનો આર્થિક બોજ ઘટાડવા માટે વસિયતનામાની રજિસ્ટ્રેશન-ફી માત્ર ૧૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

સરકારે આશા વ્યક્ત કરી છે કે સરળ નોંધણી-પ્રક્રિયાને કારણે ભવિષ્યમાં મિલકત વિષયક કૌટુંબિક વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને લોકો કાયદાકીય રીતે વારસાઈ નક્કી કરવા પ્રેરાશે.
મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર આ સુધારો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેઓ હવે મુસાફરીના કષ્ટ વિના નજીકની ઑફિસમાં દસ્તાવેજ કરી શકશે. આ નિર્ણયથી પ્રૉપર્ટી-ડિસ્ટ્રિબ્યુશનની પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન અને સરળતા વધશે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK